Gujrat/ નવસારીમાં શ્વાનના હુમલાથી બાળકનું મોત, રખડતાં ઢોરોનો વધ્યો ત્રાસ

નવસારીમાં શ્વાનના હુમલાથી બાળકનું મોત નિપજ્યું. આ ઘટના જલાલપોરના મહુવર ગામમાં બનવા પામી. મહુવર ગામના ચાર વર્ષના બાળક પર એક શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો.

Top Stories Gujarat

નવસારીમાં શ્વાનના હુમલાથી બાળકનું મોત નિપજ્યું. આ ઘટના જલાલપોરના મહુવર ગામમાં બનવા પામી. મહુવર ગામના ચાર વર્ષના બાળક પર એક શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો. શ્વાનનો હુમલો વધુ ઘાતકી હતો જેના બાદ તનય રાઠોડ નામના બાળકે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયું. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે 4 વર્ષના બાળકને મૃત જાહેર કર્યો. આ મામલે પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ શરૂ કરી.

રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ વધુ હિંસક બની રહ્યો છે. રખડતા ઢોરોના કારણે લોકો ગંભીર રીતે ઇજા પામે છે તો છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરના કારણે મૃત્યુની ઘટનાઓ વધી છે. નવસારીમાં શ્વાનના હુમલાએ બાળકનો ભોગ લીધો. આ ઘટનાની સામે આવેલ વિગત મજુબ શ્વાને 4 વર્ષના બાળકને આખા શરીર પર બચકાં ભર્યા હતા. માથાના ભાગ અને ગરદન પર ઘાતકી હુમલો કરતા બાળકનું મોત નિપજ્યું.

છેલ્લા કેટલાક સમયથી શ્વાન હુમલાની ઘટનાઓ વધી છે. ગત મહિના અંતમાં સુરતના ખજોદમાં બે વર્ષની બાળકીને શ્વાને 50 જેટલાં બચકાં ભર્યા હતા. ભેસ્તાન વિસ્તારમાં બે બાળકીઓ ઘરની બહાર રમી રહી હતી ત્યારે શ્વાન દ્વારા તેમના પર હુમલો કરાયો હતો. શ્વાને બાળકીઓને પગ તથા ગાલે બચકાં ભર્યા હતા. જ્યારે અન્ય એક કિસ્સામાં બાળકને તાત્કાલિક મદદ મળી જતા તેનો જીવ બચાવી શકાયો છે. રખડતા ઢોરનો દિવસેને દિવસે આંતક વધી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ નિશ્ચિત પગલાં લેવામાં ના આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Guj-Board Exam/આજથી ગુજરાત બોર્ડની પરીક્ષા, મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને સફળતા માટે પાઠવી શુભેચ્છા, પોલીસ આપશે વિદ્યાર્થીઓને સુવિધા

આ પણ વાંચો:NDA માં ચંદ્રબાબુ નાયડુની ફરીથી એન્ટ્રી, આંધ્રપ્રદેશમાં ડીલ થઈ ફાઇનલ, જાણો શું છે ફોર્મુલા?

આ પણ વાંચો: Junagadh/જૂનાગઢમાં ગોડાઉન પર દરોડો, દારૂ સાથે રૂ. 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે