#transferred/ ગુજરાતમાં 31 ડિસ્ટ્રિક્ટ જજની મોટાપાયે બદલી

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસના આદેશ બાદ કરાઈ બદલીઓ

Gujarat

 

Gujarat News : ગુજરાતમાં એક તરફ બદલી અને બઢતીઓનો દોર ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલમા આદેશ બાદ ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા 31 જેટલા જજોની વિવિધ ઠેકાણે બદલી કરવામાં આવી છે.

જેમાં અમદાવાદના ડિસ્ટ્રીક્ટ જજ અંબરીશકુમાર એલ.વ્યાસને ભૂજ ડિસ્ટ્રીક્ટ જજ તરીકે, જામનગરના પ્રિન્સીપલ જજ એસ.કે.બક્ષીની પાલનપુર, રાજકોટના ડિસ્ટ્રિક્ટ જજ આર.ટી.વસાણીની સુરત, ભાવનગરના ડ્રિસ્ટ્રીક્ટ જજ એલ.એસ.પીરજાદાની સુરેન્દ્રનગર, ભૂજના પ્રિન્સીપલ જજ એચ.એસ.મુલ્યને ભાવનગર ડિસ્ટ્રીક્ટ જજ તરીકે, મોરબીના ડિસ્ટ્રીક્ટ જજ પિનાકીન જોશીની પોરબંદર, ભૂજના ફેમીલી કોર્ટના પ્રિન્સીપલ જજ બેનાબેન ચૌહાણને મહેસાણા ફેમીલી કોર્ટના પ્રિન્સીપલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. છોડા ઉદેપુરના દિલીપકુમાર પુરૂષોત્તમદાસ ગોહિલને સુરેન્દ્રનગર ફેમિલી કોર્ટ પ્રિન્સીપલ જજ તરીકે બદલી કરવામાં આવી છે.  આ પ્રકારે કુલ 31 જજોની બદલીઓ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજકોટમાં મનસુખ જાદવનું કારસ્તાન ખુલ્યું, મંદિરની જગ્યામાં દબાણ કર્યું

આ પણ વાંચોઃસુરતના કતારગામ વિસ્તારમાં આધેડે વીડિયો બનાવી આપઘાત કર્યો

આ પણ વાંચોઃવડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી દારૂના જથ્થા સાથે રૂ. 40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે