liquer/ અમદાવાદ સહિત રાજ્યમાં ત્રણ ઠેકાણેથી દારૂ સાથે બે કરોડનો મુદ્દામાલ કબજે

ત્રણેય બનાવમાં પોલીસે 19 આરોપીઓની ધરપકડ કરી

Gujarat

Gujarat News : ચૂટણી આવતા જ રાજ્યમાં બુટલેગરો બેફામ બન્યા છે. જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)ના અધિકારીઓએ અમદાવાદ, મોરબી અને ડાંગમાં દરોડા પાડીને વિજેશી દારૂના જથ્થા સાથે બે કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્રણેય બનાવમાં પોલીસે 19 આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

એસએમસીના અધિકારીઓએ અમદાવાદના દરિયાપુરમાંમાં મેના વાસના છાપરામાં દરોડો પાડીને દારૂના જથ્થા સાથે રૂ. 99,438 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો. જેમાં છ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે એક ફરાર આરોપીની પોલીસે શોધ હાથ ધરી છે.

અન્ય બનાવમાં પોલીસે મોરબીમાં વાંકાનેર હાઈવે પર શ્રીરામ ગોડાઉનના પ્લોટ નંબર 20 માં દરોડો પાડીને દારૂનો જથ્થો, 7 વાહનો અને 10 મોબાઈલ મળીને કુલ રૂ. 2,20,90,440 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવમાં પોલીસે 10 આરોપીની ધરપકડ કરી હતી.

જ્યારે ડાંગમાં વઘઈમાં સિગ્નલ ફળિયા ખાતે દરોડો પાડીને દારૂ અને બે વાહનો મળીને કુલ રૂ. 2,97,560 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં ત્રણ આરોપી ઝડપાયા હતા જ્યારે એક ફરાર આરોપીની પોલીસે શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….

આ પણ વાંચો:ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો

આ પણ વાંચો:કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી

આ પણ વાંચો:રાજ્યમાં અનુભવાતો ઉનાળોઃ તાપમાને 40 ડિગ્રી તરફ લગાવી દોટ