Palanpur-Chori/ ઘરમાં અજાણ્યાને પ્રવેશ આપતા પહેલા ચેતજો, મહિલાને બેભાન કરી કરાઈ ચોરી

પાલનપુરમાં દિલ્હી ગેટ કોટવાળી શેરીના વિસ્તારમાં બે અજાણી ઠગ મહિલાઓ ઘરમાં ઘૂસીને 30 હજાર રૂપિયા રોકડા અને 15 હજારના દાગીના લઈ ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. બે અજાણી મહિલાઓ બ્યૂટી પાર્લરનો ઓર્ડર આપવાનો કહીને ઘરમાં ઘૂસી હતી.

Gujarat Others

પાલનપુરઃ પાલનપુરમાં દિલ્હી ગેટ કોટવાળી શેરીના વિસ્તારમાં બે અજાણી ઠગ મહિલાઓ ઘરમાં ઘૂસીને 30 હજાર રૂપિયા રોકડા અને 15 હજારના દાગીના લઈ ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. બે અજાણી મહિલાઓ બ્યૂટી પાર્લરનો ઓર્ડર આપવાનો કહીને ઘરમાં ઘૂસી હતી.

ઓર્ડર આપવાની વાત કરવા દરમિયાન બે મહિલાઓએ ઘરમાં હાજર મહિલાને કંઇક સુંઘાડી બેભાન કરી દીધી હતી. તેના પછી તેના ઘરમાં રહેલા 30 હજાર રૂપિયા રોકડા અને 15 હજાર રૂપિયાના દાગીના સહિત 45 હજારની મતા ભરેલી થેલી લઈ અજાણી ઠગ મહિલાઓ ફરાર થઈ ગઈ હતી.

આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પીડિત મહિલાએ પોતે ઠગાઈ હોવાનું માલૂમ પડતા પાલનપુરના પૂર્વ વિસ્તારમાં પોલીસ મથકે ફરિયાદ થઈ હતી. પાલનપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બે અજાણી મહિલાઓની શોધખોળ આદરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં વધુ એક હત્યાનો બનાવ, પ્રેમ પ્રકરણમાં વહેમ રાખી મિત્રએ જ કર્યું એવું કે…..

આ પણ વાંચો:પુણા વિસ્તારમાં એક ગોડાઉનમાં લાગી આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ

આ પણ વાંચો:મંદિરમાં મારામારી જોઈ ભગવાન પણ રાજી નહીં થાય…..જુઓ ડાકોરનો વીડિયો

આ પણ વાંચો:મને કોઈ દિલ્હીનું કોઈ તેડું નથીઃ રૂપાલા