Vadodra News ; હાલમાં ઓનલાઇન ગેમ રમવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. નાના બાળકો, યુવાનો અને મોટા ઉંમરના લોકોને પણ ઓનલાઇન ગેમનું ભારે વળગણ જોવા મળે છે પરંતુ ઓનલાઇન ગેમ રમવાનો આ ચસકો કયારેક જીવલેણ સાબિત થઇ શકે છે. આવો જ એક બનાવ વડોદરામાં બન્યો છે.શહેરના એક 28 વર્ષીય યુવાને ઓનલાઇન ગેમના રવાડે ચડીને રૂપિયા હારી જતા આપઘાત કર્યો છે. આ મામલે પોલીસે મૃતકનો ફોન અનલોક કરવાની કામગીરી હાથ ધરીને આગળની તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ વડોદરાના એલેમ્બિક રોડ એફ.સી.આઇ.ગોડાઉનની બાજુમાં અર્પિતા કોમ્પલેક્સમાં ૨૮ વર્ષનો આનંદ રામચંદ્ર દાનાવડે રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો. તે પોતાની માતા સાથે રહેતો હતો જયારે તેના પિતાનું અવસાન થયું છે. આનંદને ઓનલાઇન ગેમ રમવાનો ચસકો લાગ્યો હતો. આનંદ પાસે નવો ફોન ખરીદવાના પૈસા ન હોવાથી જૂનો મોબાઇલ ફોન રિપેર કરાવ્યો હતો. મોબાઇલ ફોન પર તે ઓનલાઇન ગેમ રમતો હતો. આનંદ દાનાવડે ડ્રેગન ટાઈગર નામની ગેમ ઓનલાઇન રમતો હોવાનું બહાર આવ્યું હતું.
ગઇકાલે સાંજે તેણે ઘરે પંખાના હુક સાથે રૃમાલ બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. થોડા સમય પછી તેની ભાણી ઘરે આવતા તેણે જોયું તો આનંદે આપઘાત કરી લીધો હતો. આ અંગે તેણે પરિવારજનોને જાણ કરતા તેમણે સયાજીગંજ પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી.
પોલીસની તપાસમાં જણાયું હતું કે, આનંદ ડ્રેગન ટાઈગર નામની ગેમના રવાડે ચઢી ગયો હતો. જેમાં તે રૂપિયા હારી જતા તે ટેન્શનમાં આવી ગયો હતો. જેને કારણે તેને તેણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની શક્યતા છે. આનંદનો મોબાઇલ ફોન લોક હોવાથી વધુ વિગતો મળી નથી. ફોનનું લોક ખોલી પોલીસ ગેમ અંગેની વિગતો મેળવશે. પોલીસે ફોન અનલોક કરવાની કામગીરી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ થયું જાહેર
આ પણ વાંચોઃ ગુજરાતમાં રાજકોટ જિલ્લાનું 85 ટકા પરિણામ
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાવનગર જિલ્લાનું 84.61 ટકા પરિણામ
આ પણ વાંચોઃ જામનગરમાં ધો.10નું 82.32 ટકા પરિણામ
