NTA/ NEET-UG Result: ગુજરાતના 6 વિદ્યાર્થીઓએ ટોપ 100માં સ્થાન મેળવ્યું

NEET-UGમાં આ વર્ષે સમગ્ર દેશમાં 1.70 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે………

Top Stories Ahmedabad Rajkot Gujarat Breaking News
Image 2024 06 05T101306.799 NEET-UG Result: ગુજરાતના 6 વિદ્યાર્થીઓએ ટોપ 100માં સ્થાન મેળવ્યું

Gujarat News: ધોરણ 12 સાયન્સ પછી મેડિકલ, ડેન્ટલ, હોમિયોપથી, આયુર્વેદ સહિતના કોર્સીસના પ્રવેશ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. પ્રથમ વખત 66 વિદ્યાર્થીઓએ એકસાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, જેમાં ગુજરાતના 4 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. કુલ 6 વિદ્યાર્થીઓએ ટોપ 100માં સ્થાન મેળવ્યું છે.

NEET-UGમાં આ વર્ષે સમગ્ર દેશમાં 1.70 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વખતે પેપર એકંદરે મધ્યમ રહેતાં કટ ઓફ ઊંચુ ગયું હતું. ત્યારે ગુજરાતમાં  86424 વિદ્યાર્થીઓમાંથી 57197 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગુજરાતી ભાષામાં 58836 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગયા વર્ષે 53027 વિદ્યાર્થીઓ પાસ થયા હતા.

ગુજરાતમાં 4 વિદ્યાર્થીઓમાં અમદાવાદના વેદ પટેલ અને રીષભ શાહ, રાજકોટના દર્શ પાડાઘર, ક્રિતિ શર્માનો સમાવેશ થાય છે. હાર્વી પટેલે 81મો ક્રમાંક અને ભૂમિકા શેખાવતે 92મો ક્રમાંક મેળવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે

આ પણ વાંચો: ગુજરાતની 26 બેઠકો પર જાણો ઉમેદવારો કેટલા મતથી વિજયી બન્યા…

આ પણ વાંચો: નવસારીમાં સી.આર.પાટીલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો