Drug Abuse International Day/ રાજ્યમાં 2 વર્ષમાં મેફેડ્રોન, ગાંજો, હેરોઈન અને કફસીરપ ડ્રગ્સનું વેચાણ વધ્યું

રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી વધી છે. અનેક વખત ડ્રગ્સ પકડાના કિસ્સાઓ અખબારમાં આવ્યા છે. છતાં પણ છેલ્લા બે વર્ષમાં કુલ 1120.45 કિલો જેટલું ડ્રગ અને કફ સીરપની 6,916 બોટલો જપ્ત કરાઈ.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 06 26T130518.162 રાજ્યમાં 2 વર્ષમાં મેફેડ્રોન, ગાંજો, હેરોઈન અને કફસીરપ ડ્રગ્સનું વેચાણ વધ્યું

Gujarat News: રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી વધી છે. અનેક વખત ડ્રગ્સ પકડાના કિસ્સાઓ અખબારમાં આવ્યા છે. છતાં પણ છેલ્લા બે વર્ષમાં કુલ 1120.45 કિલો જેટલું ડ્રગ અને કફ સીરપની 6,916 બોટલો જપ્ત કરાઈ. જેની કુલ કિમંત અંદાજે 3,791.19 કરોડ માનવામાં આવે છે. ડ્રગ્સના જથ્થા સાથે 138 જેટલા આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી. આ વર્ષમાં એપ્રિલ સુધીમાં જ 60.74 કરોડની કિમંતનું 225.84 કિલો ડ્રગ્સ પકડાયું. આજે ડ્રગ એબ્યુઝ ડેની ઉજવણી થઈ રહી છે. ત્યારે રાજ્યમાં ડ્રગનો વેપાર કેટલો વધ્યો તેના આંકડા સામે આવ્યા.

શહેરમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે. જેટલા પ્રમાણમાં ડ્રગ્સ પકડાય છે તેટલી વધારે હેરાફરી થતી હોવાનું કહેવાય છે. ગુજરાત પોલીસના આંકડા અનુસાર પકડવામાં આવેલ ડ્રગ્સમાં સૌથી વધુ મેફેડ્રોન ડ્રગ્સનો કારોબાર થાય છે. યુવાનો મેફેડ્રોન ડ્રગ્સ વધુ ઉપયોગ કરે છે. શરીરને વધુ ગંભીર રીતે નુકસાન પંહોચાડે તેવા કેટામાઈન હાઈડ્રોકલોરાઈડ ડ્રગ્સ પણ 0.590 ગ્રામના જથ્થા સાથે પકડાયુ છે. આ ડ્રગ્સની કિમંત 3 કરોડ માનવામાં આવે છે.

અમદાવાદ પોલીસની માહિતી મુજબ કોરોના બાદ એટલે કે જાન્યુઆરી 2022થી અત્યાર સુધીમાં NDPS એક્ટ હેઠળ ગુના નોંધાયા તેમાં 375.81 કિલો મેફેડ્રોન ડ્રગ જપ્ત કરાયું અને 63 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. શહેરમાં સૌથી વધુ માત્રામાં હેરોઈન ડ્રગ પકડાયું. જેની કિમંત 1756 કરોડ છે. હેરોઈન ડ્રગ સાથે કુલ 39 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયમાં મેફેડ્રોન, ગાંજો, હેરોઈન અને કફસીરપ ડ્રગ્સનું વેચાણ વધ્યું છે. મેફેડ્રોન સાથે 63, ગાંજા સાથે 23, હેરોઈન સાથે 39 અને કફસીરપના ડ્રગ્સ સાથે 9 આરોપીઓની ધરપકડ કરાઈ. યુવાનો અને ટીનએજરમાં ડ્રગ્સનું ચલણ વધ્યું છે. અનેક કિસ્સાઓમાં શાળાએ જતા ધોરણ-3 અને ધોરણ-4ના બાળકો પણ આ વ્યસનના રવાડે ચઢયા હોવાના કિસ્સા સામે આવ્યા હતા. ડ્રગ્સ શરીર માટે વધુ ખતરનાક હોવાનું લોકો જાણતા હોવા છતાં જાણ્યે – અજાણ્યે તેના રવાડે ચઢ્યા છે. આજે ડ્રગ એબ્યુઝ ડેની ઉજવણી પર લોકોને આ વ્યસનથી દૂર રહેવા અપીલ કરવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસ્યા, ખેડૂતોમાં ખુશીની લહેર

આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર

આ પણ વાંચો: GSSSB દ્વારા નવી ભરતી, જાણો ક્યારે યુવાનો અરજી કરી શકશે…