ગુજરાત/ સુરત સિવિલ હોસ્પિટલમાંથી અપહરણ કરાયેલું બાળક હેમખેમ મળ્યું

સુરતમાં સિવિલ હોસ્પિટલમાંથી ત્રણ વર્ષના બાળકના અપહરણ કરવામાં આવ્યું હતું.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 64 સુરત સિવિલ હોસ્પિટલમાંથી અપહરણ કરાયેલું બાળક હેમખેમ મળ્યું

Surat News: સુરતમાં સિવિલ હોસ્પિટલમાંથી ત્રણ વર્ષના બાળકના અપહરણ કરવામાં આવ્યું હતું.આ ઘટનાના CCTV પણ સામે આવ્યા હતા જે બાદ પ્રધાન હર્ષ સંઘવીએ તાત્કાલિક ધોરણે આ ઘટના પર એક્શન લેતા તપાસના  આદેશ આપ્યા હતા. જે બાદ ખટોદરા પોલીસે બાળકને ગણતરીના કલાકોમાં જ શોધી કાઢ્યો હતો અને સાથે જ એક મહિલાની પણ ધરપકડ કરી છે.

આપને જણાવી દઈએ કે સુરત શહેરમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ચોરાયાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. ખરેખરમાં, નવી સિવિલ હોસ્પિટલમાંથી એક મહિલા બાળકને ઉઠાવી જતી હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં સામે આવ્યા હતા, મહિલા બાળકને સિવિલ હોસ્પિટલમાંથી ઉઠાવીને હોસ્પિટલના ગેટમાંથી બહાર જતી હતી, તે સમગ્ર ઘટના સીસીટીવીમાં દેખાય છે.

આ ઘટના બાદ રાજ્ય સરકારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપીને બાળકીને શોધી કાઢવાના આદેશ આપ્યા હતા.

બાળકના માતાપિતા બાળકને લઈ સિવિલ આવ્યા હતા. તેઓ સંબંધીના ખબર અંતર પૂછવા સિવિલ આવ્યા હતા. બાળક રમતા-રમતાં લોબીમાં જતું રહ્યું હતું. બાળક રમતું હતું ત્યારે જ મહિલા તેનુઠાવીને ફરાર થઈ ગઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કુમાર કાનાણીએ GCAS ના પોર્ટલની કામગીરી સામે લેટર લખી નારાજગી દર્શાવી

આ પણ વાંચો: ‘જો પોલીસ ગુનાહિત કેસમાંથી મુક્ત નથી, તો વકીલો…’; ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો: ગુજરાતમાં થઈ ચોમાસાની શરૂવાત અહી પડ્યો ધોધમાર વરસાદ LIVE

આ પણ વાંચો: સમગ્ર રાજ્યમાં આજથી 21મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ