Gandhinagar News: કમોસમી વરસાદથી થયેલા નુક્શાનીના વળતરને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. માર્ચ અને મેં 2024 માં થયેલા કમોસમી વરસાદની સહાય ચુકવવાની શરૂઆત કરાઇ છે. માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા,ખેડા અને અરવલ્લીના 9674 ખેડૂતો સહાય ચૂકવાશે. મે 2024માં નર્મદા સુરત અને વલસાડ જિલ્લાના 1369 ખેડૂતોને સહાય ચૂકવાશે. SDRF ના નોમ્સ પ્રમાણે સહાય ચુકવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં મે મહિનામાં કમોસમી વરસાડ પડ્યો હતો. તેના લીધે ખેડૂતોને મોટાપાયા પર નુકસાન થયું હતું. આના પગલે સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લીના ખેડૂતોને નુકસાન થયુ હતુ. સરકારે ખેડૂતોને ધારાધોરણે મુજબ વળતર ચૂકવવાનો પ્રારંભ કર્યો છે. ખેડૂતોએ આ માટે જિલ્લા ખેતીવાડી અધિકારીને ત્યાં તેના તમામ નુકસાન રિપોર્ટ આપવાનો રહેશે. અહીં કોને કેટલું વળતર આપવું તે ખેડૂતને થયેલી નુકસાની પરથી નક્કી કરવામાં આવશે.
ગુજરાતમાં 13થી 18 મે દરમિયાન કેટલાય વિસ્તારોમાં કમોસમી વરસાદથી પાકને વ્યાપક નુકસાન થયું હતું. ગુજરાત સરકારે તેનો સર્વે કરવા આદેશ આપ્યો હતો. તેનો રિપોર્ટ આવ્યા પછી રાજ્ય સરકારે ખેડૂતોને નુકસાન વળતર ચૂકવવાની જાહેરાત કરી છે.
પાકને થયેલા નુકસાનની માહિતી મેળવવા માટે રાજ્ય સરકારે જિલ્લા કૃષિ વિભાગ વતી સર્વે હાથ ધર્યો હતો. આમાં સાબરકાઠા જિલ્લાના વડાલી, મોડાસામાં 838 હેક્ટર, ભીલોડા અને અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા, ખેડા જિલ્લાના 177979 હેક્ટર, મહેસાણા જિલ્લામાં કડી અને વિસનગર તાલુકામાં 9591 હેક્ટર જમીનને નુકસાન થયું હતું.
આ સરવે રિપોર્ટ મુજબ કમોસમી વરસાદમાં રાજયમાં 16,177 હેક્ટર જમીનમાં પાકને નુકસાન થયું છે. આ સંદર્ભે 7 જિલ્લાના 10,943 ખેડૂતોને 27.50 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ વર્ષે મેના મધ્યમાં વાવાઝોડાએ રાજ્યના સુરત, નર્મદા, વલસાડ, સાબરકાંઠા, મહેસાણા, ઉત્તર ગુજરાતના અરવલ્લી અને મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં ખેતી, બાગાયત અને પાકને નુકસાન પહોંચાડ્યું હતું. તેમાં કેરી, કેળા, ઘઉં, જીરૂ, વરિયાળી, તમાકુ, ડાંગર, મગ, તલ, પપૈયા વગેરે પાકોને નુકસાન થયું હતું.
આ પણ વાંચો: સુરત સચિન બિલ્ડિંગ દુર્ઘટના: સાત લોકોના મોત નિપજ્યા, રેસ્કયૂ ઓપરેશન યથાવત્
આ પણ વાંચો: અમદાવાદમાં ભગવાન જગન્નાથને મામેરામાં શું આપવામાં આવ્યું
આ પણ વાંચો: સુરત બિલ્ડીંગ દુર્ઘટના: ફાયર માર્શલ વિકીએ કેવી રીતે બચાવી મહિલાને
