Ahmedabad News: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં યલો એલર્ટ અપવામાં આવ્યું છે. નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી છે.
અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા સહિત વરસાદનું જોર રહેશે. સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહીસાગર, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની માહોલ જોવા મળશે. આગામી સાત દિવસ સુધી વરસાદને લઈ આગાહી કરાઈ છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેને લઈ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. સોમવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તેમાં રાજકોટ, મોરબી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી કરાઈ છે.
અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈ આગાહી કરી છે. જુલાઈના અંત સુધીમા અને ઓગસ્ટની શરૂઆતમાં મેઘમહેર જામશે. 15થી 16 જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા 17થી 24 જૂલાઈ ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદી ઘટ પુરી થશે. 17થી 24 જૂલાઈ સાર્વત્રિક વરસાદ રહેશે. જ્યારે ઓગસ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. ઓગસ્ટમાં વરસાદી ઘટ પૂરી થાય તેવી શકયતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
રાજ્યમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નર્મદા જીલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. પવનની ગતિ 35 થી 45 કિમીની રહેશે.
ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. નર્મદા, ડાંગ, તાપી, વલસાડમાં અતિભારે વરસાદ રહેશે. અમરેલી, ભાવનગર, જામનગર સહિતના જીલ્લામાં ભારે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા મેઘ મહેર થશે. અગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનની ગતિ 35 થી 45 કિલોમીટરની રહેશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ પવન સાથે વરસાદ રહેશે જેથી વાતાવરણમાં ખૂબ જ ઠંડક ફેલાઈ હોવાનો અહેસાસ થશે.
આ પણ વાંચો: Gujarat Rain Live 15 July: ગુજરાતમાં આજે કેવો અને કેટલો રહેશે વરસાદ…..
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના જન્મદિવસે ત્રિમંદિરે દર્શન કરી રાજ્યની સુખાકારી માટે કરી પ્રાર્થના
આ પણ વાંચો: ગુજરાતમાં પરિવર્તન માટે કમર કસતી કોંગ્રેસ
