Gujarat News/ ‘ઉધઇ ગ્રસ્ત શિક્ષણથી વિકસિત ભારત ના બની શકે’, ભાજપ નેતાના જ શિક્ષણ મુદ્દે વેધક સવાલો

ગુજરાતમાં શિક્ષણ કથળી રહ્યું હોવાનો ભાજપ નેતા એ જ ઘટસ્ફોટ કર્યો. ભાજપના એક નેતાએ ટ્વીટ કરી શિક્ષણ સામે સવાલો ઉઠાવ્યા છે.

Top Stories Gandhinagar Gujarat

Gujarat News: ગુજરાતમાં શિક્ષણ કથળી રહ્યું હોવાનો ભાજપ નેતા એ જ ઘટસ્ફોટ કર્યો. ભાજપના એક નેતાએ ટ્વીટ કરી શિક્ષણ સામે સવાલો ઉઠાવ્યા છે. આ ટ્વીટમા નેતાએ લખ્યું છે કે વર્તમાન શિક્ષણ વ્યવસ્થાને ઉધઈ લાગી છે. ઉધઇ ગ્રસ્ત શિક્ષણથી ભારત વિકસિત ના બની શકે. BJPનેતાએ શૈક્ષણિક વ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યો છે કે આ પ્રકારની વ્યવસ્થા દેશની સાથે સમાજને પણ વધુ નુકસાન કરશે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યમાં ભાજપના એક નેતાએ શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા ગંભીર આક્ષેપ કર્યા છે. ભાજપના આ નેતા ડો.ભરત કાનાબારે વર્તમાન શિક્ષણ વ્યવસ્થાને સડો લાગ્યો હોવાનું કહ્યું. વધુમાં તેમણે લખ્યું કે એક બાજુ ભારતને વિશ્વગુરુ બનાવવાની વાતો થઈ રહી છે ત્યારે સમાજના પાયારૂપ ગણાતી શિક્ષણ વ્યવસ્થામાં જ અનેક ખામીઓ છે અને તેને ઉધઈ લાગી છે. જો આમ જ ચાલશે તો શિક્ષણ વ્યવસ્થા એક શિક્ષા આપવાનું માધ્યમ ના બનતા આ સંસ્થા રડ્યા ખડ્યા ટાપુઓ જેવી બની રહેશે.

ડો.ભરત કાનાબારે વર્તમાન શિક્ષણને ઉધઇ ગ્રસ્ત કહ્યું. તેમણે શિક્ષણ મામલે કરેલ ટ્વીટમાં આક્ષેપ કર્યો છે કે આજે શિક્ષણ જ્ઞાન મેળવવાનું માધ્યમના ના બનતા વેપારનું કેન્દ્ર બન્યું છે. આજે શિક્ષણનો વેપાર કરતી “દુકાનો”ગલીએ ગલીએ ઉગવા લાગી છે. શિક્ષણ વેપાર બન્યું છે અને કોઈ પણ જાતનો અભ્યાસ કરાવ્યા વીના ડીગ્રીઓ આપવામાં આવી રહી છે. શિક્ષણ જગતમાં આ પ્રકારની નીતિઓ ડ્રગ્સ માફિયાઓ કરતા પણ સમાજને વધુ નુકશાન કરે છે. આવક પર નિયંત્રણ કરતી ઇડીની જેમ એક અલગ તંત્ર શિક્ષણ માફિયાઓ માટે પણ જરૂરી છે. શિક્ષણ વ્યવસ્થા ના બનતા એક વેપાર બન્યું છે અને આવા ઉધઇ ગ્રસ્ત શિક્ષણથી વિકસિત ભારતના બની શકે. વિશ્વગુરુ તરફના ભારતના પ્રયાણમાં રોક લાગી શકે છે. ઉધઈગ્રસ્ત શિક્ષણથી 2047ના વિકસિત ભારતની ઇમારત ઉભી ના થઇ શકે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મેડિકલના વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય

આ પણ વાંચો: પાટણના પદ્મનાભ વાડીના ગેરકાયદે બાંધકામને દૂર કરવા ટ્રસ્ટના પ્રમુખને ફટકારી નોટીસ

આ પણ વાંચો: સેનિટરી નેપકિનમાં વપરાતા કાચા માલ પર પણ GST ઘટાડો