Ahmedabad News/ અમદાવાદ મ્યુનિ.ની મિશન થ્રી મિલિયન ટ્રી ઝુંબેશ શહેરનું ગ્રીન કવર વધારશે

ગુજરાતની અગ્રણી ટીવી ચેનલ મંતવ્ય ન્યૂઝ દ્વારા ગ્રીન કવર વધારવાની શરૂ કરવામાં આવેલી ઝુંબેશને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ ઉપાડી લીધી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરનું ગ્રીન કવર વધારવા માટે પગલાં લઈ રહ્યુ છે. તેના લીધે આગામી સમયમાં અમદાવાદના ગ્રીન કવરમાં નોંધપાત્ર વધારો થશે.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: ગુજરાતની અગ્રણી ટીવી ચેનલ મંતવ્ય ન્યૂઝ દ્વારા ગ્રીન કવર વધારવાની શરૂ કરવામાં આવેલી ઝુંબેશને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ ઉપાડી લીધી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરનું ગ્રીન કવર વધારવા માટે પગલાં લઈ રહ્યુ છે. તેના લીધે આગામી સમયમાં અમદાવાદના ગ્રીન કવરમાં નોંધપાત્ર વધારો થશે.

અમદાવાદ શહેરમાં હાલમાં 12 ટકાની આસપાસ ગ્રીન કવર છે. મિશન થ્રી મિલિયન ટ્રી કાર્યક્રમ પછી આગામી બે વર્ષમાં ગ્રીન કવરમાં બે ટકાનો વધારો થવાનો અંદાજ છે. એટલે કે મિશન થ્રી મિલિયન કાર્યક્રમ પછી આગામી બે વર્ષમાં ગ્રીન કવરમાં બે ટકા વધારો થવાનો અંદાજ છે. આમ બે વર્ષ પછી શહેરનું ગ્રીન કવર 14 ટકા થઈ જશે.

અમદાવાદના ગોતામાં 40 હજાર ચોરસ વાર જગ્યામાં ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યો છે. ગ્રીન કવર વધારવા અને લોકોને શુદ્ધ હવા મળી રહે તેના માટે આ ઓક્સિજન પાર્કમાં 2022માં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ઓક્સિજન પાર્કમાં 61 હજારથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ ઓક્સિજન પાર્કમાં પોન્ડ પણ બનાવવામાં આવ્યા છે, જેના લીધે બાયોડાઈવર્સિટી વિકસશે. આ મિશન હેઠળ અત્યાર સુધીમાં લગભગ 15 લાખ રોપા વાવવામાં આવ્યા છે.

આ ઓક્સિજન પાર્કમાં વડ, પીપળો, લીમડો, ખાટી આંબલી, અર્જુન સાગર, કાશીદ, કણજી, કાળી જાત, ખજૂરી, નાગોળ જેવી વિવિધ જાતિનાં વૃક્ષો અહીં જોવા મળે છે. મિશન થ્રી મિલિયન કાર્યક્રમ વિશ્વ પર્યાવરણના દિવસે શરૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં 14.50 લાખ જેટલા રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. શહેરની 1600થી વધુ સોસાયટીએ મોબાઈલ એપથી વૃક્ષ માટે 1.15 લાખ રિકવેસ્ટ મોકલી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો: પોરબંદરમાં વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા

આ પણ વાંચો: દ્વારકામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું