Gujarat Weather/ Gujarat Rain Live: ગુજરાતમાં આજે કેવો રહેશે વરસાદ

ગુજરાતમાં વિવિધ જીલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે.

Top Stories Gujarat Breaking News

Gujarat Weather News: રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની નવી આગાહી કરી છે. 2 ઓગસ્ટથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આગામી તારીખ 2થી 4 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ પડશે.

2 ઓગસ્ટે ડાંગ, નવસારીમાં ભારે વરસાદ પડશે. 3 અને 4 ઓગસ્ટે નર્મદા, ભરૂચમાં અતિભારે વરસાદ વરસશે. નવસારી, વલસાડ, તાપીમાં અતિભારે વરસાદ અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમની અસર ઓછી થતાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain Live Update

3.35

અમરેલીમાં બાબરા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ શરૂ બાબરા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધીમીધારે વરસાદી ઝાપટાઓ નીલવડા, લાલકા, સુખપુર સહિતના ગામડાઓમાં વરસાદી ઝાપટા પડ્યાં છે.

3.30

અમદાવાદ શહેરમાં વરસાદ વરસવાની શરૂઆથ થઈ ગઈ છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં લોકો ભીંજાઈ રહ્યાં છે.

2.33

અમરેલીમાં ધારી અને ગીર કાંઠા ગામોમાં વરસાદ શરૂ થયો છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ધારી, દલખાણીયા, ગીગાસણ, કુબડામાં વરસાદ છે. ઝર તેમજ ખીચા ગામમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વડીયામાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે.

1.45

તાપી જીલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. તાપી અને આસપાસના ગ્રામ્યમાં વરસાદ પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે.

1.35

 અમદાવાદમાં શહેરના સુભાષબ્રિજ, સાબરમતી, આશ્રમરોડ, વાડજ, ઉસ્માનપુરા, આરટીઓ સર્કલ, શાહીબાગ, માધુપુરા, ઇન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો.

11.00

ધારી તેમજ ગીર કાંઠાના ગામોમાં વરસાદી માહોલ છવાયો છે. ધારી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. ધારી, દલખાણીયા, ગીગાસણ, કુબડા, ઝર તેમજ ખીચા સહિતના ગામોમાં વરસાદી ઝાપટાં વરસ્યા છે.

10.50

ડાંગ જિલ્લામાં ફરી મેઘરાજાની પધરામણી થઈ છે. આહવા, વઘઈ, શુબિર અને સાપુતારામાં વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બન્યું.

અમદાવાદમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે.

10.30

નર્મદામાં વરસાદ પડવાને કારણે જંગલ વિસ્તારમાં આવેલા ઝરણાં અને ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યા છે. નિનાઈમાં પાણી આવતા લગભગ 50 ફૂટ ઉપરથી પડતા પાણીને જોવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.

નવસારી જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લાના તમામ છ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે. કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા છે.

10.25

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. શહેરના આસપાસના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. પારડી, ધરમપુર, કપરાડા, ઉમરગામ અને વાપી તાલુકામાં વરસાદ નોંધાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારતીય ક્રિકેટના ‘ધ ગ્રેટ વોલ’ અંશુમાન ગાયકવાડે લીધા અંતિમ શ્વાસ

આ પણ વાંચો:સુરતમાં યુટ્યુબરની હત્યામાં 2નાં રિમાન્ડ મંજૂર

આ પણ વાંચો:પાટણના ધારાસભ્યએ ગેરરીતિ અંગે રજૂઆતો બાદ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત