Valsad News: વલસાડમાં છેલ્લા કેટલાય સમયથી અસમાજીક તત્વોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. તલવારથી કેક કાપવાની મનાઈ હોવા છતાં યુવકે તલવાર વડે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી તેનો એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ કોઈ એક્શન લેવામાં આવ્યા નહોતા ત્યારે આ અહેવાલ મંતવ્ય ન્યૂઝે પ્રસારિત કર્યા હતા.
વલસાડમાં જોરાવાસણ ગામના ત્રીપેશ પટેલે કેક કાપી હતી. તલવારથી કેક કાપી જન્મદિવસ ઉજવ્યો હતો. તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ થયો હતો. મંતવ્ય ન્યૂઝના અહેવાલ પ્રસારિત થયા બાદ પોલીસ એક્શનમાં આવી છે. વલસાડ પોલીસે ત્રિપેશ પટેલની અટકાયત કરી તેની વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. તેમજ સઘન પૂછપરછ કરી રહી છે. યુવકે જાણીજોઈને આવુ કૃત્ય કર્યુ છે કે અજાણતા વગેરે જાણવાની પોલીસ કોશિશ કરી રહી છે.
સુરતમાં યુવાનો દ્વારા સતત જાહેરમાં અને તેમાં પણ ઘાતક હથિયારો વડે જન્મદિવસની કેક કાપી હતી જેથી સુરતમાં ફરી એક વાર કાયદો અને વ્યવસ્થાની સ્થતિ કથળી હોવાનું સામે આવ્યું હતું. બાપુ આહીર નામનો શખ્સ હાથમાં ચપ્પુ અને બંદૂક જેવું હથિયાર લઈને ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરી રહ્યો છે. વીડિયો અમરોલી વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
નવસારીમાં યુવાને જાહેર રોડ ઉપર ખુલ્લી તલવાર વડે એક બાદ એક કુલ પાંચ કેક કાપી હતી. તલવાર વડે કેક કાપતો વીડિયો સામે આવતા પોલીસે કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો:રાજકોટમાં યુવતી નશાની હાલતમાં મળી આવતા પોલીસ મૂંઝવણમાં
આ પણ વાંચો:ભારતીય ક્રિકેટના ‘ધ ગ્રેટ વોલ’ અંશુમાન ગાયકવાડે લીધા અંતિમ શ્વાસ
આ પણ વાંચો:સુરતમાં યુટ્યુબરની હત્યામાં 2નાં રિમાન્ડ મંજૂર
આ પણ વાંચો:પાટણના ધારાસભ્યએ ગેરરીતિ અંગે રજૂઆતો બાદ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત
