Navsari News: નવસારીમાં બાઈક પર જોખમી સ્ટંટ કરતા યુવકોનો વીડિયો વાયરલ થયો છે. ચીખલીના અગાસી ગામે યુવાનોએ બાઈક પર સ્ટંટ કરતાં સ્ટંટમાં એક યુવાનને ગંભીર અકસ્માત નડયો છે. મજા માણવા ગયેલા યુવાનોને સજા મળી છે.
આજકાલ યુવાનોને રીલ બનાવવી, જોખમી સ્ટંટ કરવાનો શોખ ચડ્યો છે. નવસારી જીલ્લામાં ચીખલી તાાલુકાના અગાસી ગામે સ્ટંટ કરતા કરતા બાઈક ચલાવતા હતા. સ્ટંટ કરતા યુવાનોને રોકવા ગયેલ પોલીસ કર્મી પર યુવાનોએ હુમલો કર્યો હતો. પોલીસ સાથે ઝપાઝપીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એટલું જ નહીં, યુવાનને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
થોડાી સમય અગાઉ એક છોકરો બાઇક પર છોકરીને પાછળ બેસાડી છે અચાનક જ તેજ ગતિએ સ્ટંટ કરવા લાગ્યો હતો. બાઈકના ટાયરને હવામાં ઉચકતા પાછળ બેસેલી યુવતી જોરથી નીચે પટકાઈ હતી. યુવતી અને યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:પાટણમાં સાંસદે રેલમંત્રીને રેલ્વે લાઈનનું કામ કરવા પત્ર લખ્યો
આ પણ વાંચો:વડોદરામાં તબીબને અભ્યાસ કરતા યુવકનું વીજ કરંટથી મોત નિપજ્યું
આ પણ વાંચો:વિસનગરમાં યુવાનને વિદેશ જવાની ઘેલછા ભારે પડી
