@દિવ્યેશ પરમાર
Surat News: સુરત (Surat) વરાછા (Varachha) વિસ્તારમાં આવેલ પટેલ નગર ઇન્ડસ્ટ્રીઝમાં એમ્બ્રોઈડરીના કારખાનાની અંદર મિત્ર સર્કલ જુગાર રમી રહ્યા હતા. તે દરમિયાન ચાર જેટલા અજાણ્યા ઇસમો ઘૂસી આવી પોલીસ હોવાની ઓળખ આપી જુગાર રમી રહેલા સાથે લોકો પાસેથી 1.73 લાખ રૂપિયા પડાવી ત્યાંથી નીકળી ગયા હતા. તમામને શંકા જતા વરાછા પોલીસ મથકનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેથી પોલીસે ગુનો નોંધી હાલ ત્રણ જેટલા આરોપીની ધરપકડ કરી મુદ્દા માલ કબજે કર્યો હતો. જો કે હજુ પણ બે આરોપી વોન્ટેડ છે.
સુરત શહેરમાં પોલીસની ઓળખ આપી જુગાર (Gambling) રમી રહેલા મિત્રો પાસેથી 1.73 લાખ રૂપિયા પડાવી લેવાયા હતા. કોઈપણ કેસ કર્યા વગર ત્યાંથી પોલીસે બનીને આવેલા ચાર ઈસમો રૂપિયા લઈને જતા રહ્યા હતા. રવિવારનો દિવસ હોવાથી તમામ મિત્રો ભજીયા પાર્ટી માટે એકઠા થયા હતા તે દરમિયાન સાતેય લોકો જુગાર રમવા બેઠા હતા. પોલીસ બનીને આવેલા આ લોકોના ગયા બાદ કોઈપણ પ્રકારની કાર્યવાહી ના થતા ચાર ઈસમો સામે લોકોને શંકા ગઈ હતી.

જેથી તાત્કાલિક તમામ જુગાર રમતા મિત્રોએ વરાછા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો ત્યાં જઈને તમામ આપવીત્તિ હકીકત જણાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો ત્યારબાદ તમામેં સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. જેમાં ચાર લોકો કારખાના ની અંદર આવ્યા હતા તો એક વ્યક્તિ દાદર પાસે ધ્યાન રાખી ને કરીને ઊભો હતો. વરાછા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ડુપ્લીકેટ પોલીસ બનીને આવેલા ઈસમોને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

દરમિયાન મહેશ ડાંગર, લલિત ચૌહાણ અને આકાશ વાઘેલા ઝડપાયા છે જ્યારે અન્ય બે આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કરી શોધવા તજવીજ શરૂ કરી છે. ઝડપાયેલા ત્રણ આરોપીઓ પાસેથી પોલીસે મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. આમ પોલીસની ખોટી ઓળખ આપી રૂપિયા પડાવનાર ત્રણને પોલીસે હાલ ઝડપી પાડી અન્ય બેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો:રાજકોટમાં ટ્રક ચલાવતા હાર્ટ એટેકથી ચાલકનું થયું મોત
આ પણ વાંચો:અમદાવાદમાં પોલીસકર્મીએ કર્યો આપઘાત, કારણ અકબંધ
આ પણ વાંચો:શામળાજી દેશ ભક્તિના રંગે રંગાયું
