Ahmedabad News/ રાજ્યમાં ગેરકાયદે બાંધકામ થશે ગેરકાયદેસર, ઇમ્પેગકટ ફીનાં નવા દરો જાહેર

ગુજરાત સરકારે ઇમ્પેગકટ ફીને લઈને મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે ઈમ્પેક્ટ ફીના નવા દરો જાહેર કર્યા. રાજ્યમાં ઈમ્પેક્ટ ફી ભરીને કોઇ પણ પોતાનું ગેરકાયદે બાંધકામ નિયમિત કરી શકશે.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: રાજ્ય સરકારે ઈમ્પેક્ટ ફી લાદીને ગેરકાયદે પાર્કિગની જગ્યાઓને કાયદેસર બનાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના નિર્ણયથી અનેક લોકોને લાભ થશે. કોર્મશિયલ કોમ્પેલેક્ષના બેઝમેન્ટ પાર્કિગ વિસ્તારોમાં દુકાનો અને ઓફિસો બનાવનારને મોટી રાહત મળશે.

ગુજરાત રેગ્યુીલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ્ડત ડેવલપમેન્ટન બિલ-૨૦૨૨ પાર્કિગ હેતુઓ માટે ઈમ્પેશક્ટઈ ફી માળખાની રૂપરેખા આપે છે.  રહેણાંક વિસ્તારોમાં 200 ચોરસ મીટર સુધીના ગેરકાયદે બાંધકામ માટે રૂપિયા 5,000 પ્રતિ ચોરસ મીટર ઈમ્પેકટ ફી નક્કી કરાઈ છે. જ્યારે ઔદ્યોગિક વિસ્તારમાં પ્રતિ ચોરસ મીટર રૂપિયા 10 હજારના દરે ઈમ્પેકટ ફી નક્કી કરાઈ છે.

રહેણાંક વિસ્તારમાં 200થી 500 ચોરસ મીટર સુધીના બાંધકામ પર રૂપિયા 6 હજાર પ્રતિ ચોરસ મીટર અને કોમર્શિયમ માટે રૂપિયા 15 હજાર પ્રતિ ચોરસ મીટરનો ભાવ જાહેર કરાયો છે.રાજ્યના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં ઈમ્પેકટ ફીના દરો લાગુ પડશે. શહેરી વિકાસ સત્તાવાળાઓ માટે મૂળ દરોના 75 ટકા ફી નક્કી કરાઈ છે, જ્યારે નગરપાલિકા માટે મૂળ દરોના 60 ટકા ફી નક્કી કરાઈ છે અને અન્ય વિસ્તારો માટે 50 ટકા નક્કી કરાઈ છે.

અમદાવાદના અનેક વિસ્તારોમાં પાર્કિગની સમસ્યા છે. અનેક વિસ્તારોમાં આવેલા કોમ્પેલેક્ષની પાર્કિગની જગ્યાને વ્યવસાયિકમાં રૂપાંતરિક કરી દેવામાં આવી હતી. જેની સામે અમદાવાદ કોર્પોરેશને ડિમોલિશનની ડ્રાઈવ કરી હતી.હવે રાજય સરકારના નિર્ણયથી અનેક ગેરકાયદે બાંધકામો કાયદેસર થઈ શકશે.

રાજ્યની વિધાનસભામાં ડિસેમ્બર 2022માં ગુજરાત રેગ્યુોલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ્ડા ડેવલપમેન્ટ2 એક્ટા પસાર કરવામાં આવ્યો હતો.જેમાં નોંધવામાં આવ્યું હતું કે રાજ્યના 8 મોટા શહેરમાં આશરે 42 ટકા બાંધકામ, અને નગરપાલિકાઓમાં 87 ટકા ઈમારતોમાં BU પરવાનગીનો અભાવ છે.મિલકતના માલિકો પાસેથી વસૂલવામાં આવતી ઇમ્પેહકટ ફી ઇન્ફ્રાાસ્ટ્રાક્ચપર ડેવલપમેન્ટલ ફંડમાં ફાળવવામાં આવશે. આ ફંડનો ઉપયોગ ઈન્ફ્રા સ્ટ્ર્ક્ચ ર સુધારવા, ફાયર સેફ્‌ટી સિસ્ટ.મ લાગુ કરવા અને વધારાના પાર્કિગ બનાવવા માટે કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હવે આવો ત્યારે અપહરણ થયેલી સગીરા અને આરોપીને લઈને આવજો કાં તમારા SP ને કહેજો કે કોર્ટમાં હાજર રહે ! મુન્દ્રા પોલીસને હાઇકોર્ટની ફરી ફટકાર

આ પણ વાંચો: રાજ્યમાં 4 સ્થળોએ હિટ એન્ડ રનની ઘટનામાં 3ના મોત, 2થી વધુ ઉજાગ્રસ્ત

આ પણ વાંચો: સુરત બાદ ભરૂચમાં કોમી તંગદિલી સર્જાઈ, બે-કોમના ટોળા સામ-સામે, પોલીસે 17ની કરી ધરપકડ