Kheda News: ખેડાના (Kheda) મહુધામાં (Mahudha) ફરિયાદ કરવા ગયેલી વ્યક્તિ પર ધર્મ વિરોધી પોસ્ટ કરાતા વિવાદ થયો હતો. મહુધામાં સોશિયલ મીડિયામાં ધર્મ વિરોધી પોસ્ટ મામલે ફરિયાદ કરવા ગયા હતા ત્યારે પોલીસ સ્ટેશનની બહાર જ પથ્થરમારો થયો હતો. કોમી શાંતિ ડહોળાવનારાએ (Communal Attack) ભડકાઉ ભાષણ લખી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી વાહન પરથી પરત ફરતા તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે તુરંત મામલો હાથમાં લઈ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. બે ઈસમો સામે મહુધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મહુધા પોલીસે 100 વ્યક્તિના ટોળા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મહુધામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, હાલ શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે.

ખેડાના કઠલાલમાં (Kathlal) થોડા દિવસ અગાઉ થયેલ કોમી હુમલાબાદ 10 કિલોમીટર દૂર શનિવારે મહુધા પંથકમાં બે સોશિયલ મીડિયા યુઝર્સે ભડકાઉ પોસ્ટ કરી પોતાના ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. પર મૂકી હતી. આ મામલે કઠલાલના યુવાનો ફરિયાદ કરવા મહુધા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. બાદમાં મોડી રાત્રે ફરિયાદ નોંધાવી પરત આવતા મહુધા પોલીસ સ્ટેશન બહાર જ આશરે 2500 જેટલા લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો, બાદમાં ઘટનાસ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય રાજેશ ઝાલા પણ પહોંચ્યા છે. એસપી, ડીવાયએસપી અને એલસીબી સહિતનો પોલીસનો કાફલો મહુધામાં પહોંચ્યો હતો. મોડી રાત્રે મહુધામાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરાયું હતું. પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ફરિયાદ કરવા ગયેલી વ્યક્તિની ગાડી પર લાકડી તેમજ ઘાતક હથિયારોથી હુમલો કરી ગાડીનો કચ્ચરઘાણ વાળી દીધો હતો. ટોળા દ્વારા ગાડી પર હુમલો કરાયા બાદ ગાડીને રસ્તામાં મૂકીને પાછળથી આવતી પોલીસની વાનમાં બેસીને ફરિયાદી કઠલાલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જેમાં ટોળાએ પોલીસની જીપમાં બેસાડેલા ફરિયાદીને દરવાજો ખોલી ખેંચીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. કોમી હુમલા બાદ સમગ્ર ઘટનાને લઈ ખેડા એસપી, ડીવાયએસપી, એલ.સી.બી, એસ.ઓ.જી પીઆઇ સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો મહુધા ખડકી દેવાયો છે. હાલ શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે.
આગામી દિવસોમાં ગણેશ વિસર્જન અને ઈદના તહેવાર પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ પોલીસ અધિકારીને કડક કાર્યવાહી કરવા ફરમાન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:સુરત બાદ ભરૂચમાં કોમી તંગદિલી સર્જાઈ, બે-કોમના ટોળા સામ-સામે, પોલીસે 17ની કરી ધરપકડ
આ પણ વાંચો:ગીરસોમનાથના કાજલી ગામે કોમી એકતાના દર્શન, અક્ષત કળશનું મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત
આ પણ વાંચો:મંજુસર ગામે થયું કોમી અથડામણ,પથ્થરમારામાં શ્રીજીની અનેક પ્રતિમાઓ ખંડિત
