Gandhinagar News : વડસર એરફોર્સ સ્ટેશન ખાતે ઓપરેશન સેન્ટરની મુલાકાત લઇ રાત્રે 8.20 વાગ્યા બાદ પરત ફરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજભવન ખાતે સોમનાથ મંદિર ટ્રસ્ટ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં સોમનાથ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોના વિકાસ માટે તૈયાર થયેલા માસ્ટર પ્લાન અને શ્રધ્ધાળુઓ માટે વિકસાવવામાં આવનારી સુવિધાઓ પર વડાપ્રધાને ખાસ રસ લીધો હતો.
લગભગ ત્રણેક કલાક ચાલેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ચૂંટણી પ્રસાર સહિતની કામગીરીની વ્યસ્તતાના કારણે તેમજ વરિષ્ઠ રાજનેતા તથા પૂર્વ નાયબ વડાપ્રધાન એલ.કે. અડવાણી તથા જે.ડી. પરમાર નાદુરસ્ત તબિયતના કારણે ઉપસ્થિત રહી શક્યા ન હતા. જ્યારે અન્ય ટ્રસ્ટીઓ પૂર્વ મુખ્યસચિવ પી.કે. લહેરી, હર્ષવર્ધન નિવોટિયા બેઠકમાં સામેલ થયા હતા. આ માસ્ટર પ્લાનના આર્કિટેક્ટ રાજીવ કટપાલિયાએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ મોસ્ટર પ્લાન મુજબ સોમનાથ મંદિરના વિકાસ માટે હાલ ચાલી રહેલા કામો અંગેની પ્રગતિની તથા બેઠકમાં નવા ટ્રસ્ટી તરીકે વિશદ પદ્માનાભ મફતલાલની નિમણૂક કરવાનો પણ નિર્ણય લેવાયો હતો. તેઓ શ્રી સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટના અધ્યક્ષ ઉપરાંત નવીન ફ્લોરાઇન ઇન્ટરનેશનલના પણ ચેરમેન છે. તેઓ મફતલાલ ગ્રૂપની વિવિધ કંપનીઓ તેમજ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
આ પણ વાંચો: આજથી પીએમ મોદી ગુજરાતના પ્રવાસેઃ વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ કરશે
આ પણ વાંચો: પીએમ મોદી પછી અમિત શાહ ગુજરાતમાં વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ કરશે
આ પણ વાંચો: પાટણ અને સિદ્ધપુરમાં 305 કરોડના વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ કરાશે
