Surat News/ સુરત મનપાને મળ્યા નવા ચીફ ફાયર ઓફિસર

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને નવા ચીફ ફાયર ઓફિસર મળ્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને નવા ચીફ ફાયર ઓફિસરની નિમણૂક કરી છે. નવા ચીફ ફાયર ઓફિસર તરીકે બસંત પરીખની નિમણૂક કરવામાં આવી છે. આ પોસ્ટ માટે પાંચ ઉમેદવારોએ દાવેદારી કરી હતી.

Gujarat Surat Breaking News

Surat News: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને નવા ચીફ ફાયર ઓફિસર મળ્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને નવા ચીફ ફાયર ઓફિસરની નિમણૂક કરી છે. નવા ચીફ ફાયર ઓફિસર તરીકે બસંત પરીખની નિમણૂક કરવામાં આવી છે. આ પોસ્ટ માટે પાંચ ઉમેદવારોએ દાવેદારી કરી હતી. ચાર ઉમેદવારોની અરજી અમાન્ય થઈ હતી. હાલમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર તરીકે બસંત પરીખ ફરજ બજાવે છે. ઇન્ટરવ્યુ બાદ બસંત પરીખની ચીફ ફાયર ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

શહેર મનપા ફાયર વિભાગ દ્વારા આઠ વર્ષે ચીફ ફાયર ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે, ચીફ ફાયર ઓફિસર તરીકે બસંત પરીખની નિમણૂક કરવામાં આવી છે, અત્યાર સુધી તેઓ ઈન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા, આખરે તેમની નિમણૂક કરાતા અન્ય કર્મચારી સ્ટાફમાં ખુશીની લાગણી છવાઈ હતી. સુરત પાલિકામાં અતિ મહત્વની કહેવાતી ચીફ ફાયર ઓફિસરની જગ્યા છેલ્લા આઠ વર્ષથી ખાલી હતી અને ઈન્ચાર્જ અધિકારીના ભરોસે હતી.

સુરતમાં વર્ષ 2014 પછી મનપા દ્વારા કોઈ ચીફ ફાયર ઓફિસરની નિમણૂક કરવામાં આવી ન હતી, ચીફ ફાયર ઓફિસર તરીકે પાંચ ઉમેદવારોએ અરજી કરી હતી. પરંતુ તેમાંથી ચાર ઉમેદવારો હોદ્દાને લઈ લાયક ના રહેતા તેમની અરજી અમાન્ય થઈ હતી, બીજી તરફ ઈન્ટરવ્યુ બાદ મનપાએ બસંત પરીખની નિમણૂક કરી હતી.

સુરત શહેરમાં અનેકવાર મોટી આગની દુર્ઘટના સામે આવી ચૂકી છે. આ પરિસ્થિતિમાં છેલ્લા આઠ વર્ષથી અત્યાર સુધી ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરના હવાલે ફાયર વિભાગ ચાલી રહ્યું હતુ, ત્યારે એક ચીફ ફાયર ઓફિસરની કાયમી માટે ભરતી કરવી જરૂરી હતી. વર્ષ 2014માં પૂર્વ ચીફ ફાયર ઓફિસર પંકજ પટેલની વિવિધ વિવાદોના કારણે હકાલપટ્ટી કરાવી હતી. ત્યારથી જ આ પદ માટે કોઈ અધિકારીની કાયમી નિમણૂક કરાઈ નહોતી. શહેરોમા આગજનીના ઘણા બનાવો બનતા રહે છે ત્યારે આવા બનાવો ન બને અને પહેલેથી જ સુરક્ષા માટેના નિયમોનું કડક પાલન થાય તેવી અપેક્ષા નવા અધિકારી પાસેથી શહેરીજનો રાખી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત મનપાનાં બે કોર્પોરેટર વિરૂદ્ધ લાખો રૂપિયાની માંગણીનો નોંધાયો ગુનો

આ પણ વાંચો: રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો, સુરત મનપાની શાળાના શિક્ષકો પણ વિદેશમાં…

આ પણ વાંચો: સુરત મનપાને બાંધકામની સાઇટ પરથી મળ્યું મચ્છરોનું બ્રીડિંગ, વસૂલ્યો જંગી દંડ