Gandhinagar News/ ગાંધીનગરમાં પાંચમાં ડેકોરાઇઝ-2024 એક્ઝિબિશનનો પ્રારંભ કરાવતા સીએમ ભૂપેન્દ્ર પટેલ

સીએમ ભૂપેન્દ્ર પટેલે ડેકોરાઈઝ વેલફેર એસોસિએશન અમદાવાદના સહયોગથી ગાંધીનગરમાં યોજાઈ રહેલા ત્રિ-દિવસીય પાંચમાં ડેકોરાઈઝ-2024 પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: સીએમ ભૂપેન્દ્ર પટેલે ડેકોરાઈઝ વેલફેર એસોસિએશન અમદાવાદના સહયોગથી ગાંધીનગરમાં યોજાઈ રહેલા ત્રિ-દિવસીય પાંચમાં ડેકોરાઈઝ-2024 પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. ઇવેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસના આ વિશાળ પ્રદર્શનમાં દેશના વિવિધ રાજ્યોની 250થી વધુ ડેકોરેશન એન્ડ ઇવેન્ટ કંપનીઝ પોતાની નવી ઇનોવેટિવ પ્રોડક્ટ સાથે સહભાગી થઈ છે.

મેરેજ, કોર્પોરેટ, ગવર્મેન્ટ અને રિલિજિયસ, સોશિયલ ઇવેન્ટમાં આ નવીન પ્રોડક્ટ અને ઇનોવેશનના ઉપયોગ અંગેનું નિદર્શન આ ત્રિ-દિવસીય પ્રદર્શનમાં જોવા મળશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ પ્રદર્શન સાથે જ મંડપ હાયરર્સ ઈલેક્ટ્રિકલ એસોસિયેશન ગુજરાતના 30માં વાર્ષિક અધિવેશનના પ્રારંભ કરાવ્યો હતો.

તેમણે પ્રદર્શનના અલગ-અલગ સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી અને એસોસિએશનના ત્રણ વરિષ્ઠ સભ્યોનું લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી ગૌરવ સન્માન કર્યું હતું. આ એવોર્ડ્સ મેળવનારાઓમાં નટુભાઈ ભટ્ટ ,સમીર શાહ અને સ્વ. જગદીશભાઈ ભાવસારનો સમાવેશ થાય છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે આ ઉદઘાટન અવસરે ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબહેન, મેયર શ્રીમતી મીરાબહેન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ તેમજ એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી અને ખજાનચી તથા એક્ઝિક્યુટિવ મેમ્બર્સ પણ જોડાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ગાંધીનગર સિવિલમાં ભાવિ તબીબો ડીજેના તાલે ઝૂમ્યા

આ પણ વાંચોઃ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું ચાલે છે મતદાન

આ પણ વાંચોઃ ગુજરાતના શિક્ષણ જગતના બે જુદાં-જુદાં દ્રશ્યો, એકબાજુએ લાંછન તો બીજી બાજુએ ગૌરવ