Ahmedabad News: અમદાવાદમાં ખ્યાતિ મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલે કાંડ કરીને બે વ્યક્તિની જરૂર ન હોવા છતાં એન્જિયોપ્લાસ્ટી કરીને જીવ લીધે તેના પગલે બધાની નજર ખ્યાતિ ગ્રુપ પર પડી છે. કોઈને પણ થાય કે આ ખ્યાતિ ગ્રુપ છે શું.
અમદાવાદમાં એસજી હાઈવે પર આવેલી ખ્યાતી હોસ્પિટલ અગાઉ રેટરિક દ્વારા એશિયન તરીકે જાણીતી હતી. આ હોસ્પિટલ 2022થી ખ્યાતી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે ઓળખાતી હતી. આ ગ્રુપના માલિકનું નામ કાર્તિક પટેલ છે, જેઓ જાણીતા બિલ્ડર છે. અમદાવાદનું શીલજ તેની આસપાસના અનેક સ્થળો સાથે જોડાયેલું છે. આમાં ખ્યાતી યુનિવર્સિટી અને હવે ખ્યાતી હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે.
આમ ખ્યાતિ જૂથે અનેક શિક્ષણથી લઈને હોસ્પિટલ સુધીના ઘણા સેક્ટરમાં તેના પગ પસાર્યા છે. તેને મોટું રાજકીય પીઠબળ હોવાનું કહેવાય છે. આ કૌભાંડ અંગે પણ માનવામાં આવે છે કે ટૂંક સમયમાં તેનો ઢાંકપિછોડો થઈ જશે. હાલમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા કૌભાડને બે વ્યક્તિના મોત છતાં અને પાંચ વ્યક્તિ આઇસીયુમાં હોવા છતાં ઉની ઊંચ નહીં આવે. ફક્ત તે બધા સ્થળે રૂપિયા વેરતા રહેશે એટલે છટકી જશે.
ખ્યાતિ ગ્રુપનો બિઝનેસ 1995થી વધ્યો
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખ્યાતી ગ્રુપનો કારોબાર 1995થી વિકસ્યો છે જેના ચેરમેન કાર્તિક પટેલ છે જેઓ ખ્યાતી યુનિવર્સીટી, જમીન ખરીદી, બાંધકામ અને ખ્યાતી ગ્રુપના નામથી હોસ્પિટલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ખ્યાતી ગ્રૂપ પણ અલગ-અલગ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરે છે. NASMEDમાં તાજેતરમાં હોટ એર બલૂન અને એરો એક્ટિવિટી થવા જઈ રહી છે. ખ્યાતી ગ્રુપ દ્વારા પણ આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવનાર હતી. ખ્યાતી ગ્રૂપનો બિઝનેસ અલગ-અલગ જગ્યાએ જોડાયેલો છે.
આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલ મામલો : ભોજન લેવાને કારણે બે લોકોને ઈન્ફેક્શન બાદ મોત થયા હતા : સૂત્રો
આ પણ વાંચો:અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે માત્ર 6 મહિનામાં ગુજરાત સરકારને ખંખેરી નાંખી! આ અમે નહીં બોલે છે આંકડા
આ પણ વાંચો:PMJAY યોજના અંતર્ગત મેડીકલ કેમ્પમાં જાઓ તો સાચવજો! નહીંતર આવશે જીવ ગુમાવવાનો વારો!
