BZ Financial Scheme/ સાબરકાંઠામાં BZ ગ્રુપનું કૌભાંડ, ઊંચા કમિશનની લાલચે શિક્ષકો પણ એજન્ટ બન્યાં

સાબરકાંઠા જિલ્લામાં BZ ગ્રુપના કૌભાંડમાં ઊંચા કમિશનની લાલચે શિક્ષકો પણ એજન્ટ બની ગયા હતા. તેથી હવે નાણા રોકાવી ઊંચું કમિશન મેળવનારા આ શિક્ષકો સામે તવાઈ આવશે.

Gujarat Others Breaking News

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લામાં BZ ગ્રુપના કૌભાંડમાં ઊંચા કમિશનની લાલચે શિક્ષકો પણ એજન્ટ બની ગયા હતા. તેથી હવે નાણા રોકાવી ઊંચું કમિશન મેળવનારા આ શિક્ષકો સામે તવાઈ આવશે. કેટલાક શિક્ષક-કમ એજન્ટ-કમ મદદનીશ ધરપકડના ડરથી ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

પોપટ માસ્ટરથી ઓળખાતા શિક્ષકે મોટી જાળ બીછાવી હતી. તપાસના ડરથી પોપટ માસ્ટર નામનો શિક્ષક ભૂગર્ભમાં ઉતર્યો છે. સીઆઇડી ક્રાઇમની તપાસનો રેલો પહોંચવાની આશંકાએ શિક્ષકોમાં પણ ફફડાટ છે. શિક્ષકોની મૂડીને ખેંચવા માટે લોભામણી જાળ બીછાવવામાં આવી હતી.

આચાર્ય-શિક્ષકોને એજન્ટ તરીકે માસિક કમિશન ચૂકવાતું હતું. શિક્ષકોની બચત મૂડીને ફસાવનારા શિક્ષક એજન્ટો સામે આકરા રોષની લાગણી શિક્ષક સમાજમાં પ્રવર્તે છે. આજે પરિસ્થિતિ એવી છે કે એજન્ટ બનેલા શિક્ષકો શિક્ષક આલમમાં મોઢું બતાવવા લાયક રહ્યા નથી. તેઓએ રીતસરનું મોઢું છૂપાવવાની ફરજ પડી છે.

આ સિવાય પોલીસ કાર્યવાહીના ડરના લીધે આવા કેટલાય શિક્ષક કમ એજન્ટ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેમના કુટુંબને પણ નીચા જોણું થયું છે. આજે તેમની પાસેની લાખોની સંપત્તિ પણ એમની ઇજ્જત બચાવવામાં કામ આવી રહી નથી. શિક્ષક બનેલા એજન્ટોને પણ થતું હશે કે શિક્ષણનો પવિત્ર કારોબાર મૂકીને ક્યાં આ બધામાં જોડાયા.

થોડા વધુ કમિશનની લાલચે આ શિક્ષક એજન્ટોને જીવતેજીવ મોત નોતર્યુ છે. તેઓની ઇજ્જતનો તો ફાલુદો થયો જ છે, પરંતુ તેમણે કમિશન લઈને જેમની પાસે રોકાણ કરાવ્યું તેઓ પાસે હવે કયા મોઢે જવું તે સવાલ તેમના માટે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: BZ ગ્રુપના કોભાંડ મામલે તમામ આરોપીઓ 2 દિવસના રિમાન્ડ પર

આ પણ વાંચો: CID ક્રાઈમના BZ ગ્રુપ પર દરોડા : 2 બેંક એકાઉન્ટમાંથી રૂ.175 કરોડનાં ટ્રાન્ઝેકશન મળ્યાં

આ પણ વાંચો: જો ધારાસભ્ય જ કરતા હોય મહાઠગનું માર્કેટિંગ તો સામાન્ય માણસો શિકાર કેમ ના બને?