Surat News : સુરતમાંથી લોરેન્સ બિશ્નોઇ તેમજ રોહિત ગોદારા ગેંગ દ્વારા ખંડણી માંગવાના ગુનામાં સંડોવાયેલ 4 શકમંદ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને માહિતી મળી હતી કે બિશ્નોઈ ગેંગના શક્સો કામરેજ ટોલનાકા પાસેથી કારમાં પસર થવાના છે. જેને આધારે પોલીસે કામરેજ ટોલનાકા પાસે જાળ બિછાવી હતી. જેમાં કારમાંથી પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી હતી.
રાજસ્થાનમાં ખંડણીના અતિ ચર્ચાસ્પદ કેસમાં સુરત ગ્રામ્ય LCB,SOG અને પેરોલ ફર્લો સ્ક્વોર્ડને સફળતા મળી છે. આરોપીઓે રાજસ્થાનમાં અલગ અલગ વેપારીઓ પાસેથી વોટસએપ માં ખંડણી માંગી હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. આરોપીઓેએ કુચામન સિટીમાં વેપારીઓ પાસે ખંડણી માંગી ધમકીઓ આપી હતી. ધરપકડ કરાયેલા શષખ્સોમાં સફીકખાન, સરફરાજખાન, સોયેબખાન, રહીમખાન પઠાણનો સમાવેશ થાય છે.ધરપકડ કર્યા બાદ ચારેય આરોપીઓને રાજસ્થાન પોલીસને સુપ્રત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: બોગસ ડૉક્ટર/ સુરત જિલ્લામાં ફાટ્યો રાફડો, ચાર બોગસ તબીબો ઝડપાયા
આ પણ વાંચો: રાજ્યમાં અધધધ બોગસ તબીબોની ધરપકડ કરાઈ, આ જિલ્લામાં નોંધાય સૌથી વધુ કેસ
