Anand Khambhat News : ગાંધીનગરથી રોહન ડાઈઝ કંપની સામે તપાસના આદેશ કરવામાં આવ્યા છે. GPCBના ચેરમેન આર.બી.બારડની મંતવ્ય ન્યુઝ સાથે વાતચીત દરમિયાન રોહન ડાઈઝ કંપની સામે આપ્યા તપાસના આદેશ. અધિકારીઓને તાત્કાલિક ગાંધીનગર રિપોર્ટ સોંપવા આદેશ કરવામાં આવ્યો છે.
ખંભાત કોંગ્રેસના નેતા મહેન્દ્રસિંહ પરમારે કહ્યુ કે રોહન ડાઈઝના માલિકોને જેલ ભેગા કરવાં જોઈએ. રોહન ડાઈઝ કંપની સામે તાત્કાલિક પગલા લઈને બંધ કરવી જોઈએ. કંપનીની આસપાસના ગામોમા ખેતી અને પીવાના પાણીના બોરમાંથી કેમિકલ યુક્ત લાલ પાણી આવે છે. આસપાસના લોકો આ કંપનીથી ત્રાહીમામ થયા છે. રોહન ડાઈઝ કંપની કેમિકલ માફિયા તરીકેનું કામ કરે છે.
આણંદ GPCB ના પ્રાદેશિક અધિકારીની સુફિયાણી વાતો કરી, GPCB ના પ્રાદેશિક અધિકારી માર્ગી પટેલ કહ્યું કે અમારી ટીમે કંપનીમાં ઈન્સપેક્શન કર્યું છે. હાલમાં જ અમને રજૂઆત મળી છે, ‘કોઈ કંપની આવું પાણી છોડતું હોય તેવું જાણવા નથી મળ્યું’ ‘અમારા ઈન્સપેક્શનમાં આવું કાઈ પણ જાણવા મળેલ નથી’ જાણે મેડમ સાહેબના આંખે પૈસાના પાટા બંધાયેલા લાગે છે ?
કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું મોટું નિવેદન આપીને કહ્યું છે કે, GPCB આંખ આડા કાન કરે છે, તાત્કાલિક કંપની સામે તપાસના આદેશ આપવા જોઈએ. સમગ્ર ગુજરાતમાં પાણીનું પ્રદૂષણ થઈ રહ્યું છે. GPCB આંખ આડા કાન કરે છે.
શું GPCB ના ચેરમેન દ્વારા અપાયેલ તપાસના આદેશનો અમલ આણંદ GPCBના પ્રાદેશિક અધિકારીની માર્ગી મેડમ યોગ્ય તપાસ ચલાવી શકશે ? કે ગુજરાત GPCB ના ચેરમેને સ્પેશિયલ ટિમ બનાવવી યોગ્ય રહેશે ? રાજ્યમાં આવી કંપનીઓ અવારનવાર નદીઓમાં કેમિકલ યુક્ત પાણી છોડતી હોય છે, તો શું સરકાર યોગ્ય પગલાં ભરીને કાર્યવાહી કરશે કે નહીં ?
આ પણ વાંચો: કેમિકલ માફિયા બેફામ, વટવા GIDCમાં કેમિકલયુક્ત પાણી છોડવા મામલાનો કૌભાંડનો પર્દાફાશ
આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદી માહોલનો લાભ ઉઠાવી કેમિકલવાળુ પાણી છોડાયું
