Surat News/ વીર નર્મદ યુનિવર્સિટી ફરી વિવાદમાં, પરીક્ષામાં ગેરરીતિ, ABVPના બે જૂથો વચ્ચે લડાઈ

સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ફરી વિવાદમાં જોવા મળી. યુનિવર્સિટીમાં ગેરરિતી કરતા 164 વિદ્યાર્થીઓ પકડાયા.

Top Stories Gujarat Others

Surat News: સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ફરી વિવાદમાં જોવા મળી. યુનિવર્સિટીમાં ગેરરિતી કરતા 164 વિદ્યાર્થીઓ પકડાયા. દરમ્યાન ABVPનાં બે જૂથો વચ્ચે માથાકૂટ થઈ હોવાના સમાચાર સામે આવ્યા. શહેરની VNSGU ફરી વિવાદને લઈને ઘેરાઈ છે. અનેક વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરિતી આચરતા પકડાયા અને કારોબારીમાં મહત્વનું પદ ના મળતા નારાજ થયેલા વિદ્યાર્થીઓએ હંગામો મચાવતા બે જૂથો વચ્ચે બબાલ થઈ અને મામલો પોલીસ સ્ટેશને પંહોચ્યો.

VNSGUમાં કુલપતિની ગાડી સામે દારૂની બોટલો ફેંકાતા હોબાળો મચ્યો. ABVPની મંગળવારે કારોબારી જાહેર કરવામાં આવી હતી. અને આ કારોબારીમાં મહત્વનું પદ ન મળતા વિદ્યાર્થીઓ નારાજ થયા હતા. વિદ્યાર્થી વિજય કટારિયાને મહત્વનું પદ ન મળતા નારાજ થતા યુવા મહોત્સવમાં ખલેલ પહોંચાડી. આ મામલો વધુ જોર પકડતા ABVPના બે જૂથો વચ્ચે લડાઈ થઈ. અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પંહોચ્યો. હંગામાને લઈને વેસુ પોલીસ સ્ટેશનમાં અરજી કરાઈ છે.

શહેરની વીર નર્મદ યુનિવર્સિટીમાં નવેમ્બર અને ઓક્ટોબરમાં યોજાયેલ પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરિતી આચરી હતી. ગેરરીતિમાં પકડાયેલા 164 વિદ્યાર્થીઓને દંડ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓને 2500થી માંડીને 10 હજાર સુધીનો દંડ કરાયો. મોટાભાગના વિદ્યાર્થીઓ પર પરીક્ષાઓમાં સાહિત્ય લાવવા અને ગેજેટ લાવવાના કેસ નોંધાયા. તો કેટલાક વિદ્યાર્થીઓ રબર સહિતની સ્ટેશનરી પર જવાબ લખીને લાવ્યા હતા. તેમજ ઉત્તરવહીમાં વિગતો ભરવામાં જાણી જોઈને ભૂલ કરી હોય તેવા કેસ પણ સામે આવ્યા હતા. જો કે વિદ્યાર્થીઓએ ગેરરીતિ મામલે ભૂલ થઈ ગઈ હોવાનું કમિટી સમક્ષ કબુલાત કરી હતી. આમાંથી કેટલાક વિદ્યાર્થીઓને તેમની સામાન્ય ભૂલને નિર્દોષ છોડી દેવાયા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના બોગસ તબીબો તૈયાર કરનારના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા…..

આ પણ વાંચો:ઉંદરો મૃતકની આંખ કોતરી ગયા, તબીબનો જવાબ સાંભળી પરિજનો આઘાતમાં

આ પણ વાંચો:બનાસકાંઠાના દાંતા તાલુકામાં ત્રણ બોગસ તબીબો ઝડપાયા