Kheda News : ખેડા જિલ્લાના લસુન્દ્રા ગામના ગોવિંદભાઈ પટેલના પરિવારની ખુશીઓ પર છેતરપિંડીના વાદળો છવાઈ ગયા છે. ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા પુત્રના નામે આવેલા એક ફોન કોલે તેમના જીવનમાં તોફાન સર્જ્યું છે. અજાણ્યા શખ્સે પોતાને પુત્રનો મિત્ર જણાવી, ઓસ્ટ્રેલિયામાં દુષ્કર્મનો ગુનો થયો હોવાનો દાવો કર્યો હતો.
ખેડા જિલ્લાના લસુન્દ્રા ગામમાં રહેતાં ગોવિંદભાઈ પટેલ સાથે ડિજિટલ છેતરપિંડીનો બનાવ બન્યો છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા તેમના દીકરાના નામે ફોન કરી, છેતરપિંડીયાઓએ દુષ્કર્મનો આરોપ લગાવી દંડની માગણી કરી હતી. ગોવિંદભાઈની વિશ્વાસઘાત કરી 3.5 લાખ રૂપિયા ઉડાડી દીધા હતા.
આ ડરાવનારી વાત સાંભળી ગોવિંદભાઈના પગ તળેથી જમીન ખસી ગઈ. આરોપીએ પુત્રને જેલમાંથી છોડાવવા માટે લાખો રૂપિયાની માંગણી કરી હતી. વિકટ પરિસ્થિતિમાં લાચાર ગોવિંદભાઈએ છેતરપિંડીયાના જાળમાં ફસાઈ જઈ, તેમની પાસેથી કુલ 3.5 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. જ્યારે ગોવિંદભાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની અહેસાસ થયો ત્યારે તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ખેડૂતોએ અમદાવાદના ડોક્ટર સાથે લાખો રૂપિયાની કરી છેતરપિંડી
આ પણ વાંચો: બિલ્ડરે ખેડૂત સાથે કરી મોટી છેતરપિંડી, તપાસમાં થયેલા ઘટસ્ફોટ જોઈને તમે પણ રહી જશો..
આ પણ વાંચો: અમેરિકાના વિઝાને નામે 10 લાખ રૂપિયાની છેતરપિંડી
