Surat News/ સુરતમાં નજીવી બાબતે આશાસ્પદ યુવકની હત્યા

સામાન્ય બાબતે કોઈની હત્યા કરી દેવી હવે સામાન્ય બની ગઈ છે

Surat Gujarat

Surat News: સુરત (Surat) શહેરમાં ડિંડોલી વિસ્તારમાં હત્યા (Murder) કરાતા ચકચાર મચવા પામી છે. નજીવી બાબતે આશાસ્પદ યુવકની કરપીણ હત્યા કરી હત્યારે ફરાર થઈ ગયો છે. ડિંડોલી પોલીસે આરોપીને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે.

સામાન્ય બાબતે કોઈની હત્યા કરી દેવી હવે સામાન્ય બની ગઈ છે, જે પહેલા અસામાન્ય ગણાતું હતું. સુરત શહેરના ડિંડોલીમાં પણ આવી જ એક ઘટના બની છે. ડિંડોલીમાં નાસ્તાના રૂપિયા માંગતા લકી નામના યુવકની ચપ્પાના ઘા ઝીકી હત્યા કરી દેવાઈ છે. હત્યા થતાં લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. સ્થાનિકોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી.

ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે. લોકોને ઘટના અંગે પૂછવામાં આવી રહ્યું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં પતિ બન્યો હેવાન, બે દિકરીઓ સામે પત્નીનું ગળુ કાપી કરી હત્યા

આ પણ વાંચો:સુરતમાં 20 વર્ષ પહેલા પત્નીની હત્યા કરનાર એરફોર્સના પૂર્વ જવાનને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો

આ પણ વાંચો:જુહાપુરા વિસ્તારમાં હત્યાનો ચકચારી કિસ્સો