MANTAVYA Vishesh/ સનાતન ધર્મ વિરોધીઓ પર મોરારીબાપુના આકરા પ્રહાર

ગુજરાતના જ નહીં જાણીતા કથાકાર મોરારીબાપુના હાલમાં આર્જેન્ટિનામાં કથા કરી રહ્યા છે…. આ કથા દરમિયાન તેમણે સનાતન ધર્મના વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા…. તેમણે સનાતન ધર્મ વિશે એલફેલ બોલનારાઓની તેમની આગવી શૈલીમાં ઝાટકણી કાઢી હતી….

Mantavya Vishesh

ગુજરાતના જ નહીં જાણીતા કથાકાર મોરારીબાપુના હાલમાં આર્જેન્ટિનામાં કથા કરી રહ્યા છે…. આ કથા દરમિયાન તેમણે સનાતન ધર્મના વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા…. તેમણે સનાતન ધર્મ વિશે એલફેલ બોલનારાઓની તેમની આગવી શૈલીમાં ઝાટકણી કાઢી હતી…. તેમણે જણાવ્યું હતું કે સનાતન ધર્મ વિશે જે જાણે છે તેઓ ક્યારેય આ પ્રકારના નિવેદનો કરતા નથી, પણ જેમણે સનાતન ધર્મના પુસ્તકો જેમણે વાંચ્યા જ નથી હવે તેવા લોકો સનાતન ધર્મ અંગે નિવેદન કરે તો પછી પિત્તો જાય કે ન જાય….

મોરારી બાપુ રામકથા માટે ફક્ત ગુજરાત જ નહીં દેશવિદેશમાં જાણીતું નામ છે…. તે હંમેશા સનાતન ધર્મના હિમાયતી રહ્યા છે…. સનાતન વિશે આડી અવળી વાતો કરનારાઓની આ પહેલી વખત જ નહીં હંમેશા મોરારીબાપુ ઝાટકણી કાઢતા આવ્યા છે…. તેમણે જણાવ્યું હતું કે આપણા દેશમાં જે લોકો સનાતનની ઓથ લઈને મોટા થયા છે અને તેની ઓથ હેઠળ જ બધું કરી રહ્યા છે તે જ લોકો સનાતનને નીચું જોવડાવે ત્યારે આશ્ચર્ય થાય છે. મારું તો ફક્ત એટલું જ કહેવું છે કે આવા લોકો એવી તે કઈ વાડીના મૂળા છે કે સનાતન અંગે આ પ્રકારે બોલી શકે…. તેઓની સનાતન અંગે આ રીતે બોલવાની, વિચારવાની કે લખવાની હિંમત કઈ રીતે થઈ….

તેમણે તેની સાથે હાકલ કરી હતી કે સનાતન ધર્મના વિરોધીઓના ધર્મસ્થાનોમાં કયારેય ન જવું જોઈએ….તેઓને પદાર્થપાઠ ભણાવવાનો સમય આવી ગયો છે…. સંતો આગેવાની લે અને સમાજની દોરવણી કરે તો હિંદુ સમાજ આ સનાતન વિરોધીઓને તેમની જ ભાષામાં પદાર્થપાઠ ભણાવવા તૈયાર છે…. સૂર્યની આગળ ધૂળ ઉડાડવાથી સૂરજ ઝાંખો પડતો નથી, પણ તે ધૂળ ધૂળ ઉડાડનારની આંખમાં જ પડીને તેની દ્રષ્ટિ જ ધૂંધળી કરી નાખે છે….

સનાતનીઓની શાંતિની અને સંવાદની વાતોને કદાચ નબળાઈ સમજી લેવામાં આવી છે….તેની સામે સનાતનીઓએ હવે તે બતાવી દેવાનો સમય આવી ગયો છે કે તેઓ જો મેદાનમાં ઉતરે તો કોની-કોની સ્થિતિ ખરાબ થઈ જાય તેમ છે…. આ એલફેલ બોલનારાઓ સામે સનાતનીઓ ભગવાન શંકરની જેમ ત્રીજું નેત્ર નહીં ખોલે ત્યાં સુધી તેઓ સમજવાના નથી….

સનાતન ધર્મ એ સનાતન સત્ય છે, પ્રચારથી તે બદલાવવાનું નથી…. તેની સાથે હાલમાં ધર્મ કરતાં વધારે પાખંડ ચાલી રહ્યુ હોવાની સામે પણ તેમણે ખેદની લાગણી વ્યક્ત કરી હતી…. તેમણે જણાવ્યું હતું કે જ્યારે પણ ધર્મ કરતાં પાખંડ વધ્યું છે ત્યારે જ આ રીતે સનાતન પર પર આંગળી ઊંચી કરનારા વધ્યા છે…. પણ તેઓ જાણતા નથી સનાતન તે દેદિપ્યમાન સૂર્ય છે, થોડા વાદળો આવવાથી કોઈ એમ ન સમજી લે કે સૂર્યને ઝાંખપ આવી ગઈ છે….

મોરારીબાપુના આ નિવેદનને તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સનાતન ધર્મને લઈને જે એલફેલ નિવેદનો કરવા તેના સંદર્ભમાં જોવામાં આવી રહ્યુ છે….તેના કારણે સનાતન સમાજના સંત સમુદાય અને હિંદુ સંગઠનોની સાથે વિવિધ ધાર્મિક સંગઠનો, અખાડાઓ અને સામાજિક સંગઠનોમાં પણ આક્રોશની લાગણી છે….

તેમા પણ સંત સમાજે તો ભેગા થઈને સ્વામિનારાયણ સંપ્રદાયના બધા 14 ફિરકાને હાઇકોર્ટની નોટિસ પાઠવી છે…. તેમા જણાવ્યું છે કે તેમના પુસ્તકમાં સનાતન અંગે લખવામાં આવેલા લખાણો પુરવાર કરે કે દૂર કરે…. આને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ હડકંપ મચી ગયો છે…. તેમણે ઘણા સ્થળોએ તેમના પુસ્તક સુધારવા પણ પડી રહ્યા છે….

ફક્ત મોરારીબાપુ જ નહીં બીજા કથાકાર પુંડરિક મહારાજે સહિતના અન્ય કથાકારોએ પણ એકીઅવાજે સનાતન ધર્મ વિશેના અણછાજતા વિધાનોનો વિરોધ કર્યો છે…. તેઓનું કહેવું છે કે કોઈ વિધર્મી ન કરે તેવું આ લોકો કરે છે…. પોતાનાને પોતાના જ નડે છે તે કહેવત આ સ્વામિનારાયણ સંપ્રદાયે સાર્થક કરી છે…

હિંદુઓ અને સનાતનીઓએ પણ કલ્પના પણ નહીં કરી હોય કે તેમના જ ધર્મમાંથી નીકળેલો એક સંપ્રદાય તેમના જ મૂળ પર પ્રહાર કરશે…. વિધર્મીઓના હજારો વર્ષોના પ્રહારો છતાં પણ જે સનાતન ધર્મની મશાલ પ્રજ્જવલિત રહી હતી તેને તેનો જ એક સંપ્રદાય બુઝાવવાની ફિરાકમાં લાગેલો છે…. તેમણે જણાવ્યું હતું કે માર્કેટિંગ કરીને કોઈ ભગવાનને બીજાથી મોટાં નહીં કરી શકાય…આ આસ્થાનો વિષય છે અને તેનો નિર્ણય આસ્થાવાનો એટલે કે શ્રદ્ધાળુઓ કરે છે….

જો સ્વામિનારાયણ સંપ્રદાયની આસ્થા પર કોઈ સનાતનીએ ઠેસ પહોંચાડી નથી તો પછી તેઓ શા માટે બીજા સંપ્રદાયની લાગણીને ઠેસ પહોંચાડી રહ્યા છે….આ માટે શું તેઓ કોઈ પીઠબળથી કામ કરી રહ્યા છે, ધર્મ શ્રદ્ધાના જોરે વિકાસ પામે છે, રૂપિયાના જોરે નહીં…. રાજ્યમાં કેટલાય સંપ્રદાય છે અને દરેક સંપ્રદાય તેની વિશેષ ઓળખ ધરાવે છે અને કોઈ સંપ્રદાય બીજા પર છાંટા ઉડાડતો નથી… તેમા પણ સનાતન ધર્મ પર તો કોઈપણ સંપ્રદાય પ્રહાર કરતો નથી….સામાજિક અને ધાર્મિક સૌહાર્દની સ્થિતિને તેઓ ફક્ત પોતાની લીટી મોટી કરવા માટે શું કામ બગાડી રહ્યા છે આ જવાબ તેમણે આપવો પડશે….તેઓ તેમની વાત કરે તો વાત નથી, પણ જ્યારે બીજા કોઈપણ સંપ્રદાય કે સનાતન ધર્મની વાત કરે ત્યારે પૂરી ચકાસણી અને આધાર સાથે કરે, પુસ્તકોમાં અવાંછિત લખાણો લખવા અને વ્યાસપીઠ પરથી અણછાજતા નિવેદનો સંપ્રદાયની પોતાની ગરિમાને જ તળિયે લઈ જાય છે…. સનાતનને પડકારશો તો પછી જવાબ પણ સાંભળવો પડશે અને તે તેમનાથી સહન નહીં થાય….


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વક્ફ બિલ શું, સરકાર તેને કેમ લાવી રહી છે?

આ પણ વાંચો: સરધાર સ્વામિનારાયણ મંદિરના નિત્યસ્વરૂપ સ્વામીનો વિવાદાસ્પદ વાઇરલ વિડીયો

આ પણ વાંચો: દીકરીઓ જ નહીં હવે દીકરાઓ પણ અસલામત