Ahmedabad news એરપોર્ટ્સ પર અવારનવાર કસ્ટમ વિભાગ દ્વારા દાણચોરી કે ડ્રગ્સની હેરફેર પકડી લેવામાં આવતી હોય છે. આરોપીઓ અલગ અલગ ટ્રિક કરીને દાણચોરી કરતા હોય છે. ત્યારે તેમને કસ્ટમ વિભાગ ઝડપી લેતો હોય છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટા ડ્રગ્સ કેસમાં કસ્ટમને મોટી સફળતા સાંપડી છે. એક ભારતીય મહિલાના બેગમાંથી લગભગ 19.72 કરોડની કિંમતનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપી લેવામાં આવ્યો છે.
આ મહિલા મુસાફર બેંગકોકથી વિયેતનામ થઈને અમદાવાદ આવતા તેની બેગનું સ્કેનિંગ કરતા કસ્ટમ વિભાગને આ બેગ્સ શંકાસ્પદ લાગી હતી. જેની કસ્ટમના અધિકારીઓએ તપાસ કરતા તેમાંથી 18 પેક્ડ પેકેટ મળી આવ્યા હતા. જેની અંદરથી કંઈક શંકાસ્પદ પદાર્થ મળી આવ્યું હતું. જ્યારે તેની લેબમાં તપાસ કરાતા તે ગાંજો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે મળતી જાણકારી મુજબ કુલ 19.728 કિગ્રા ગાંજાની ઈન્ટરનેશનલ માર્કેટમાં રુ.19.72 કરોડની કિંમત હોવાનું ખુલ્યું હતું, કસ્ટમ વિભાગે આ બાબતે NDPS એક્ટ હેઠળ આરોપી મહિલાની ધરપકડ કરી છે.
આ પણ વાંચો:સુરતમાં મહિલા પોલીસકર્મીનો ગળાફાંસો ખાઈને આપઘાત, ડાયરીમાંથી સુસાઈડ નોટ મળી આવી
આ પણ વાંચો:જામનગરમાં પરપ્રાંતીય તરુણી અને યુવકે ગળાફાંસો ખાધો
આ પણ વાંચો:પ્રેમસંબંધનો કરૂણ અંજામ : યુવતીના મંગેતરે પ્રેમીની હત્યા કરી દેતા પ્રેમિકાએ ખાધો ગળાફાંસો
