GANESH GONDAL NEWS/ મર્ડર કરનાર સામે બે મહિને પણ FIR નહીં, પોસ્ટર ફાડનાર સામે તરત કેસ

ગોંડલમાં મારા પુત્રનું મર્ડર કરનાર સામે બે મહિને પણ FIR નહીં, પોસ્ટર ફાડનાર સામે તરત કેસ નોંધવામાં આવે છે, આ છે ગોંડલનું પોલીસ તંત્ર.

Mantavya Vishesh

ગોંડલમાં મારા પુત્રનું મર્ડર કરનાર સામે બે મહિને પણ FIR નહીં, પોસ્ટર ફાડનાર સામે તરત કેસ નોંધવામાં આવે છે, આ છે ગોંડલનું પોલીસ તંત્ર. આ તે કેવું ગોંડલ છે જ્યાં મર્ડર કરનાર સામે બે-બે મહિના થયા હોવા છતાં પણ પોલીસ કેસ નોંધતી નથી, પણ જો કોઈ પોસ્ટર ફાડી નાખે તો તેની સામે FIR તરત જ નોંધાય છે, આવું તો અંગ્રેજોના સમયમાં પણ ન હતું. આ તંત્ર અંગ્રેજોને પણ પાછળ છોડી દે તેવું છે, આ શબ્દ છે તાજેતરમાં જ કથિત અકસ્માત કે કથિત મર્ડરમાં મૃત્યુ પામનારા રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટના.

ગણેશ ગોંડલે માના દૂધનો પડકાર ફેંકતા પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા તેમની ટીમને લઈને 27મી એપ્રિલે ગોંડલમાં આવ્યા હતા તેને રતનલાલ જાટે સમર્થન જાહેર કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે અલ્પેશ કથીરિયા ગોંડલ કંઈ પહેલેથી આવવાનો ન હતો, પણ ગણેશ ગોંડલે તેને જાહેરમાં પડકાર ફેંકતા માના દૂધની વાત કરતાં તે આવ્યો હતો. આપણે ત્યાં માના દૂધની વાત આવે તો પછી કયો વીરલો ઊભો રહે, તે ન્યાયે અલ્પેશ કથીરિયા આવ્યો હતો.
અલ્પેશ કથીરિયા ગોંડલમાં કંઈ ચૂંટણી લડવા તો આવ્યો ન હતો, તે ફક્ત દર્શન કરવા આવ્યો હતો. આમ છતાં ગોંડલના આ ગુંડાઓએ તેના પર ત્રાટકવા રીતસર બેથી ત્રણ દિવસ પહેલાથી તૈયારી કરી રાખી હતી. ફક્ત દર્શન કરવા માટે આવનારાઓ પર તેઓએ હુમલા કર્યા. હવે વિચાર કરો આ અલ્પેશ કથીરિયા, આ ધાર્મિક માલવિયા અને બેન જિગિષા પટેલે ગણેશ ગોંડલનું શું બગાડ્યું છે, આ તો તેણે પડકાર ફેંક્યો એટલે માના દૂધની લાજ રાખવા તે આવ્યા.  તે ફક્ત દર્શન કરવા જ આવ્યા હતા. તેમને ક્યાં રાજકારણ કરવુ હતુ. તે કોઈ ચૂંટણી લડવા આવ્યા ન હતા. આમ છતાં તેમની સામે કાળા વાવટા ફરકાવવામાં આવ્યા, આ બધા વાવટા ફરકાવનારા ભાડૂતી માણસો હતા. કથીરિયાના વિરોધનું આયોજન પહેલેથી જ પ્રીપ્લાન્ડ હતું.

ગણેશ જાડેજાના ભાડુતી ગુંડાઓએ તેના પર હુમલો કર્યો હતો. આખી ઘટના પોલીસ નજરે જોઈ રહી હતી. છતાં પણ ચૂપ રહી. આ ભાડૂતી ગુંડાઓ સામે એક FIR પણ ન નોંધાઈ. જ્યારે આ રેલીમાં ગણેશ ગોંડલનું પોસ્ટર ફાડનારા દિનેશભાઈ સામે કેસ થઈ ગયો, આ કેસ ફક્ત એટલે જ થઈ ગયો કેમકે દિનેશભાઈ મારા સમર્થક છે. તે મને ન્યાય અપાવવા મારું સમર્થન કરે છે. આ રીતસર બતાવે છે કે ગોંડલમાં કેવું ગુંડારાજ ચાલે છે. 

આખા રાજ્યએ અને આખા દેશે જોયું કે ગોંડલ જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા જેવા ગુંડાઓને આધીન છે. આજે ગોંડલ પર એક ગુંડો, એક ખૂની, એક ક્રિમિનલ ગણેશ ગોંડલ રાજ કરી રહ્યો છે. પોલીસ પણ બધુ મૂક પ્રેક્ષક બનીને જોઈ રહી છે. તેઓએ ગોંડલવાસીઓમાં એવો ડર પેદા કરી દીધો છે કે ગોંડલમાં તેમની સામે કોઈ ઊંચો અવાજ કરીને વાત કરવાની હિંમત કરતું નથી. કોઈની તાકાત નથી કે તેઓ ગોંડલમાં ગણેશ ગોંડલની સામે પણ ઊભા રહી શકે.

આવામાં મારા પુત્રએ ગણેશ ગોંડલનો સામનો કર્યો. તેઓએ પૂછેલા બધા જ સવાલોના જવાબ નીડરપણે ડર્યો નહી, ગુંડા ગણેશ ગોંડલે મારા પુત્ર પર અનેક અત્યાચારો કર્યા, પરંતુ મારા પુત્રએ તેના આગળ માથુ ન ઝુકાવ્યું, મારો પુત્ર મરી ગયો, પણ તે ગણેશ ગોંડલ આગળ ઝૂક્યો નહી અને મને તેનો આજીવન ગર્વ રહેશે.  જો તે ઝૂકી ગયો હોત તો આજે જીવતો હોત, બીજા ગોંડલવાસીઓની જેમ જ માથુ ઝુકાવીને જીવતો હતો. પણ તે ઝૂક્યો નહી, તે મર્દના મોતે મર્યો.

તેના માણસો જ રાત્રે બે વાગે મારા દીકરાને જીપમાં નાખીને ઉઠાવીને લઈ ગયા. તેથી જ તો પોલીસ આ ફૂટેજ આપી રહી નથી અને સંતાડી રહી છે. તેઓએ પહેલા તો મને અને મારા દીકરાને માર્યો હતો, અમે ઘરે ગયા પછી અમારી પાછળ-પાછળ આવ્યા હતા. આ રીતે અમારુ ઘર જોઈ લીધું હતું. તેના પછી રાત્રે મારા પુત્રને ઉઠાવી લઈ ગયા હતા. ખાલી સીસીટીવી ફૂટેજમાં દેખાડવા માટે તેને જુદાં-જુદાં સ્થળોએ ચાલતો બતાવ્યો હતો. પછી તેને અધમૂઓ કરીને ટ્રક આગળ ફેંકી દીધો હતો. હવે જો તેનો અકસ્માત થયો હોય તો કંઈ શરીર પર 42 ઘા અકસ્માતના ના હોય. બિચારા ટ્રક ડ્રાઇવરને નાહકનો આ કેસમાં ફસાવી દીધો છે. જાણીતા ન્યૂરોસર્જન હેમાંગ વસાવડાએ પણ જણાવ્યું હતું કે વાહનની ટક્કરથી કંઈ શરીર પર 42 ઇજાઓ ન થાય.

વિચાર કરો કે મારા પુત્રના મર્ડરને બે-બે મહિના થઈ ગયા હોવા છતાં પોલીસની આજે પણ હિંમત નથી કે તેની સામે કેસ નોંધે. મારા વકીલ દિનેશભાઈએ પોસ્ટર ફાડ્યા તેમા તેમની સામે કેસ થઈ ગયો. જિલ્લા પોલીસ વડાને મેં લેખિત રજૂઆત કરી છે, પણ હજી સુધી આ દિશામાં કોઈ કાર્યવાહી થઈ નથી. મારા પુત્રના મર્ડરની FIR પણ લેવા તેઓ તૈયાર નથી. પોલીસ મારા પુત્રની હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે તત્પર બની છે. આવું કંઈ બંધ બારણે થઈ રહ્યું નથી, પરંતુ ખુલ્લેઆમ થઈ રહ્યુ છે. શું ગોંડલ કાયમ માટે આ ગુંડાને આધીન રહેશે એવો સવાલ તે પૂછે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી