Gujarat Weather: અરબી સમુદ્ર (Arab sea)માં સર્જાયેલા લો પ્રેશર (Low Pressure)ને પગલે ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પવન ફૂંકાવાની અને વરસાદ (Rain)ની આગાહી હવામાન વિભાગે કરીને યલો એલર્ટ (Yellow Alert) આપેલું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાને લેતા, રાજ્યના આ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24×7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી છે. તેમણે આ સંભવિત વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથેના સલામતી પગલાઓ માટેના દિશાનિર્દેશો આપ્યા હતા. મુખ્યમંત્રી CM Bhupendra Patel)એ ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)માં પણ કંટ્રોલરૂમ 24×7 કાર્યરત રહે અને આ જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી સૂચનાઓ આપી હતી.
ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસા (South West Monsoon)ના સત્તાવાર આગમન પહેલાં જ, અરબી સમુદ્રમાં રચાયેલા ચક્રવાતી પરિભ્રમણ (Cyclonic Circulation)ને કારણે 21 થી 26 મે દરમિયાન ભારે પવન અને વાવાઝોડા (Cyclone)ની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વરસાદ માટે જિલ્લાવાર ઓરેન્જ (Orange Alert) અને યલો એલર્ટ (Yellow Alert) આપ્યું છે. આગામી પાંચ દિવસ માટે માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે.
હવામાનની આગાહી કરતી એજન્સીનાં આંકડા અનુસાર, અમદાવાદમાં હાલનું હવામાન 41°C છે અને આકાશ સ્વચ્છ છે. આજે અમદાવાદ (Ahmedabad)માં સવારનું તાપમાન 33°C થી 45°C સુધી રહેશે અને દિવસભર આકાશ સ્વચ્છ રહેશે. ભેજનું પ્રમાણ 53% થી 82% ની આસપાસ રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી.
28 થી 4 જૂન સુધી ચોમાસું બેસી જાય તેવી શક્યતા રહેલી છે. આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) આપવામાં આવ્યું છે. હવામાન આગાહીકારોનું માનવું છે કે બિપરજોય કરતા પણ આ વાવાઝોડું (Cyclone) ખતરનાક હશે. દરિયાકાંઠે 100થી વધુ તીવ્રતા સાથે વાવાઝોડું આવશે. મોટાભાગના વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ રહેશે. ગુજરાતનાં દરિયાકાંઠે 1 નહીં પરંતુ 2 વાવાઝોડા ટકરાશે.
આ પણ વાંચો:ગુજરાત પર વાવાઝોડાનું સંકટ! આગામી દિવસોમાં આભ ફાટશે
આ પણ વાંચો:ગુજરાતમાં ખરાબ હવામાનથી 21 લોકોનાં મોત! IMD એ આપ્યું યલો એલર્ટ
આ પણ વાંચો:ગુજરાતમાં 24 કલાક ભારે! ગાજવીજ અને પવન સાથે પડશે માવઠું
