Vadodara News/ વડોદરામાં પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમે આકર્ષણ જમાવ્યું

5 જૂને “વિશ્વ પર્યાવરણ દિન” નિમિતે સતત 28મા વર્ષે પર્યાવરણ દિવસની ઉજવણીરૂપે આજે શહેરમાં ” ગ્રીનેથોન-2025 માં કમાટીબાગ ખાતે પર્યાવરણનાં સંદેશનાં બેનરો -પોસ્ટરો સાથે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

Gujarat Vadodara

Vadodara News: ગ્રીનેથોન (Greenathon)-કમાટીબાગ ખાતે પર્યાવરણ (Environment) જાગૃતિનો સૌથી મોટા કાર્યક્રમે ભવ્ય આકર્ષણ જમાવ્યું હતું. મોર્નિંગ વોકરો સહિત 11000 હજારથી વધારે વડોદરાવાસીઓએ વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day)ને લઈ આજે જાગૃતિ કાર્યક્રમ ઉજવ્યો હતો.

પર્યાવરણની રક્ષાના શપથ-વડોદરાના પર્યાવરણવાદીઓનું સન્માન- ગ્રીનેથોન વોક (Greenathon Walk) અને બાદમાં સ્વાસ્થ્ય માટે વડોદરાવાસીઓ ઝુમ્બાની મસ્તી કરતા જોવા મળ્યા હતા. વડોદરાને સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું બનાવી રાખવા વૃક્ષારોપણ કરાયું હતું. સ્વૈચ્છિક સંસ્થા AID (ઓલ ઇન ડેવલપમેન્ટ) – (NGO) દ્વારા આયોજિત ગ્રીનેથોનમાં હજારો પર્યાવરણ પ્રેમીઓ સંસ્થાઓએ ભાગ લીધો હતો.

5 જૂને “વિશ્વ પર્યાવરણ દિન” નિમિતે સતત 28મા વર્ષે પર્યાવરણ દિવસની ઉજવણીરૂપે આજે શહેરમાં ” ગ્રીનેથોન-2025 માં કમાટીબાગ ખાતે પર્યાવરણનાં સંદેશનાં બેનરો -પોસ્ટરો સાથે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં 11 હજારથી વધારે લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ₹3140 કરોડની કુલ જોગવાઇ કરવામાં આવી

આ પણ વાંચો:પર્યાવરણના પ્રદૂષણને લઈ સૌથી પહેલા કોણે કરી હતી સુપ્રીમમાં અરજી, બની ગઈ ઐતિહાસિક લડાઈનું પ્રતીક

આ પણ વાંચો:રેત ખનન માફિયા બેફામ, મનુષ્ય જીવન અને પર્યાવરણને નુકસાન