Junagadh News : વિસાવદર વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ટ્વીટ સામે જવાબ આપ્યો હતો. જેમાં તેમણે જીગ્નેશ મેવાણી દ્વારા કરાયેલા ટ્વીટનો જવાબ આપ્યો હતો. ‘પરિવારની વાત છે પરિવારના પ્લેટફોર્મ પર કરાય’ એમ કહીને તેમણે તેનો જવાબ પણ પરિવારના પ્લેટફોર્મ પર અપાય, એમ કહ્યું હતું. વિસાવદરમાં અરવિંદ કેજરીવાલે કરેલા આક્ષેપો મામલે નિવેદન આપ્યું હતું.
‘જેલમાં રહીને આવી ચૂક્યા છે ત્યારબાદ આક્ષેપ કરે છે’, એમ તેમણે કહ્યું હતું. ‘આરોપો શું હોય છે, કેવી રીતે ઘડાય છે એ કેજરીવાલ સમજે છે’ મનરેગા કૌભાંડ મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે ‘સરકાર ભાજપની છે અને એજન્સીઓ તપાસ કરે છે’ ‘જો સાબિત થાય તો તેની સામે કાર્યવાહી કરે’.
‘હાલ તો ભાજપના જ મંત્રીના બે પુત્રો જેલમાં છે’.’ગુનેગાર હોય તેની સામે પગલા ભરવા જોઈએ’, એમ તેમણે કહ્યું હતું. ‘અમે કોઈ પણ રાજકીય બાબતોને વચ્ચે લાવતા નથી’, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પણ વાંચો:વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં રાજકીય ખળભળાટ, ઈટાલિયા સામે અરજી
આ પણ વાંચો:મહિનાનાં અંત સુધી ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના, દાવેદારોએ કમર કસી
આ પણ વાંચો:કડી અને વિસાવદરની બેઠકો પર જીત મેળવવા આજે કમલમમાં બેઠક
