Kutch News/ કચ્છમાં ગાંધીધામ નજીક તળાવમાં બે યુવાનોનાં ડૂબી જતાં મોત

કચ્છમાં ગાંધીધામ નજીક તળાવમાં ડૂબી જતાં બે યુવાનોના મોત થયા છે. આ ઘટના ગાંધીધામના અંતરજાળ નજીક બની છે. આ સમાચાર મળતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને તરત જ ફાયર બ્રિગેડ બોલાવવામાં આવી હતી.

Gujarat Others Breaking News

Kutchchh News: કચ્છમાં ગાંધીધામ (Gandhidham) નજીક તળાવમાં ડૂબી જતાં બે યુવાનોના મોત થયા છે. આ ઘટના ગાંધીધામના અંતરજાળ નજીક બની છે. આ સમાચાર મળતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને તરત જ ફાયર બ્રિગેડ બોલાવવામાં આવી હતી.

આ બંને યુવાન સંજય મોદી (Sanjay Modi) અને ઇશ્વર મોદી (Ishvar Modi) ઘરેથી બાઇક ધોવડાવવાનું કહીને નીકળ્યા હતા. મોડી સાંજ સુધી પરત ન આવતા શોધખોળ આદરવામાં આવી હતી. તળાવ નજીક બંનેના બાઇક અને ચંપલ મળી આવ્યા હતા. બે યુવાનોના મોતથી તેમના કુટુંબ પર આભ તૂટી પડ્યું છે. બંને યુવાનોનું આખું કુટુંબ શોકમગ્ન છે. તેઓના કુટુંબનો મોભી છીનવાઈ ગયા છે. તેમના કુટુંબમાં તેઓ જ કમાનાર હતા. આના કારણે કુટુંબ નોંધારું થઈ ગયું છે.

હવે પોલીસ પણ ચકાસી રહી છે આ બંને યુવાનો ત્યાં કઈ રીતે ડૂબ્યા. આ માટે તે સ્થાનિકોની પૂછપરછ કરી રહી છે. તે પાણી પીવા જતાં અથવા તો નહાવા જતા ત્યાં ડૂબી ગયા હોવાનું કહેવામાં આવે છે. ઉનાળામાં ગરમીના લીધે લોકો આ રીતે તળાવ, વહેળા, ઝરણાં, નહેર કે નદીમાં ન્હાવા જાય છે ત્યારે ડૂબી જવાનું બને છે.

થોડા દિવસ પહેલાં ડૂબવાની બનેલી ઘટનામાં બે બાળકો ગરમીથી રાહત મેળવવા માટે ન્હાવા ગયા ત્યારે ડૂબી ગયા હતા. તેના લીથે આખા કુટુંબમાં શોકનો માહોલ બની ગયો હતો અને વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દ્વારકાની ગોમતી નદીમાં ત્રણ દર્શનાર્થીઓ ડૂબ્યાં, ત્રણેયના મોત

આ પણ વાંચો: નવસારીની પૂર્ણા નદીમાં પાંચ ડૂબ્યાઃ ત્રણ મહિલાનો બચાવ, એકનું મોત

આ પણ વાંચો: પાટણમાં ગણપતિ વિસર્જનમાં પ્રજાપતિ પરિવારના ચાર સભ્યો સરસ્વતી નદીમાં ડૂબ્યાં