Morbi News : SMC (સ્ટેટ મોનીટરિંગ સેલ)ના અધિકારીઓને માહિતી મળી હતી કે મોરબીના મિયાણાં રેલવે ક્રોસિંગ પાસેથી કેટલાક શખ્સો ટ્રકમાં દારૂનો જથ્થો લઈને જવાના હોવાની માહિતી મલી હતી. જેને આધારે પોલીસે અહીં જાળ બિછાવી હતી. જેમાં પોલીસે ટ્રક અટકાવીને તપાસ કરતા તેમાંથી રૂ.92,69,100ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે દારૂનો જથ્થો, 200 ભુસાની બેગ, રોકડ રકમ, મોબાઈલ અને ટ્રક મળીને કુલ રૂ. 1,15.69.550 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે જામનગરના ડ્રાઈવર ભાવેશ નાથ મોરી અને ક્લીનર લીલા તાપુ મોરીની ધરપકડ કરી હતી. જ્યારે સાત આરોપી ફરાર થઈ જતા પોલીસે તેમની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ માળીયા મીયાણા પોલીસ ચલાવી રહી છે.
આ પણ વાંચો:સુરતમાં 100 કરોડના ચકચારી બોગસ બિલિંગ કાંડમાં આરોપી કસ્ટડીમાં
આ પણ વાંચો:સુરતમાં યુવતીને 16 વર્ષના કિશોર સાથે થઈ ગયો પ્રેમ! અપહરણ કર્યુ અને પરત ફર્યા…
આ પણ વાંચો:સુરતમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો, ઝીંગા તળાવ દૂર કરવા મેયરે કલેક્ટરને લખ્યો પત્ર
