બાબા વાંગાની ઘણી આગાહીઓ સાચી પડી છે. જેના પછી લોકો તેમની આગાહીઓથી ડરી જાય છે. તેમણે કહ્યું છે કે 2025 સુધીમાં વૈશ્વિક આર્થિક સંકટ આવશે. વિશ્વના દેશોને મોટા પાયે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ ઉપરાંત, બાબા વાંગાએ આગાહી કરી હતી કે 2025-2026 ની વચ્ચે પૃથ્વી ખૂબ જ હચમચી જશે. લોકોને પૂરનો સામનો કરવો પડશે અને ભૂકંપને કારણે વિનાશની સ્થિતિ જોવા મળી શકે છે. તાજેતરમાં, તેની ઝલક જાપાન, મ્યાનમાર અને દક્ષિણ એશિયામાં પણ જોવા મળી છે.
બાબા વેંગાએ દાવો કર્યો હતો કે 2028-2029ની વચ્ચે દુનિયામાંથી ભૂખમરો સંપૂર્ણપણે નાબુદ થઇ થશે. સંયુક્ત રાષ્ટ્ર અને કૃષિ ટેકનોલોજીના પ્રયાસો આ દિશામાં કામ કરી રહ્યા છે.
બાબા વાંગાના મતે, માનવી 2028માં શુક્ર ગ્રહ પર જઈ શકે છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) પણ આ પર સતત કામ કરી રહ્યું છે.
બાબા વાંગાનું સાચું નામ વાંગેલિયા પાંડેવા સુર્ચેવા હતું. તેમનો જન્મ 31 જાન્યુઆરી 1911ના રોજ થયો હતો. 12 વર્ષની ઉંમરે, તેમણે કુદરતી આફતમાં પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી હતી. 11 ઓગસ્ટ 1669ના રોજ 85 વર્ષની વયે બલ્ગેરિયાના સોફિયામાં તેમનું અવસાન થયું.
