Gujarat News/ પ્લેન ક્રેશ થાય ત્યારે નાગરિક વિસ્તારોના નુકસાન-વળતરની જવાબદારી કોની?

અમદાવાદના પ્લેન ક્રેશના કિસ્સામાં તો ટાટા કંપનીએ સામેથી જણાવ્યુ છે કે તે તૂટી પડેલી ફ્લાઇટના મુસાફરોને તો વળતર ચૂકવશે જ, પરંતુ તેની સાથે હોસ્ટેલના બિલ્ડિંગને થયેલા નુકસાનને પણ ભરપાઈ કરી આપશે.

Top Stories Gujarat

Gujarat News: અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 ટેકઓફ કર્યાના બે જ મિનિટમાં મેઘાણીનગર વિસ્તારમાં તૂટી પડી હતી. તેના કારણે ફ્લાઇટમાં બેઠેલાઓમાં બેએકને બાદ કરતાં બાકી બધાના મોત થયા હતા, પરંતુ આ જ ફ્લાઇટ નાગરિક વિસ્તારોમાં તૂટી પડી તો તેના નુકસાન અને વળતરની જવાબદારી હજી સુધી નક્કી થઈ નથી.

અમદાવાદના પ્લેન ક્રેશના કિસ્સામાં તો ટાટા કંપનીએ સામેથી જણાવ્યુ છે કે તે તૂટી પડેલી ફ્લાઇટના મુસાફરોને તો વળતર ચૂકવશે જ, પરંતુ તેની સાથે હોસ્ટેલના બિલ્ડિંગને થયેલા નુકસાનને પણ ભરપાઈ કરી આપશે. પણ દરેક કંપની ટાટા જેવી હોતી નથી. સંજોગોમાં પ્લેન ક્રેશ નાગરિક વિસ્તારોમાં થાય તો તેમા થયેલું નુકસાન અને તેમા માર્યા જતાં નાગરિકોના વળતરની જવાબદારીનો નક્કી કરવાનો સમય આવી ગયો છે.

પ્લેનમાં મૃત્યુ પામેલાઓને તો વીમાની રકમ મળવાની જ છે, પરંતુ નાગરિક વિસ્તારોમાં નુકસાન થાય તો તેનું વળતર કોણ ચૂકવશે અને નજીકના વિસ્તારોમાં રહેતા લોકો મૃત્યુ પામે તો તેને કોણ વળતર આપશે તે સવાલ ઊભો છે. સામાન્ય રીતે એવું કહેવાય કે કોર્પોરેશનની હદમાં આવતું હોય તો તેની જવાબદારી કોર્પોરેશનની રહે, પરંતુ રસ્તાઓ માંડ-માંડ રિપેર કરતું સુધરાઈનું તંત્ર આ પ્રકારના નુકસાન અને વળતરની જવાબદારીમાંથી ચોક્કસપણે હાથ અદ્ધર કરી લેશે.

આ માટે રાજ્ય સરકારે એરપોર્ટ ઓથોરિટી, વિમાની કંપનીઓ અને કોર્પોરેશન ત્રણેયને જોડે રાખીને કોઈ ફોર્મ્યુલા ઘડવી જરૂરી છે. નહીં તો આ બાબત ફક્ત વિવાદનો વિષય બનવાની સાથે વધુ એક કોર્ટ કેસનો વિષય બનીને રહી જશે. તેમા કોઈ નક્કર નીવેડો નહીં આવે અહીં વાતોના વડા કરવાથી અને જુદી-જુદી સમિતિઓ નીમવાથી કામ નહીં ચાલે. ભવિષ્યમાં કોઈપણ પ્રકારનો પ્રશ્ન ઊભો ન થાય તે માટે ચોક્કસ નીતિ ઘડવી પડશે. તેમા જરૂર પડે તો નાગરિક ઉડ્ડયન મંત્રાલય પણ રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને કામ કરી શકે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબોની ટીમ ખડેપગે

આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદી વિમાન અકસ્માતમાં મુસાફરોના મોત પર શોક વ્યક્ત કર્યો

આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: પોલીસ પરિવારજનોની કરી રહી છે સેવા