Sabarkantha News : દારૂના હપ્તાની બારકી નીકળતી રકમ માટે રૂ.1 લાખની લાંચ લેતા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેસનનો કોન્સ્ટેબલ ACBની જાળમાંફસાઈ ગયો હતો.આ કેસની વિગત મુજબ ફરિયાદી અગાઉ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ નો ધંધો કરતા હતા. પરંતુ નવેમ્બર-2024 થી ધંધો બંધ કરી દીધો હતો. છેલ્લા બે-ત્રણ મહીનાનાં હપ્તાની રકમ ખેડભ્રહ્મા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ વિકાસ એચ.પટેલને ફરીયાદી પાસેથી લેવાની બાકી હતી.
દરમ્યાન ગઇ તા.17-05-25 નાં રોજ ફરીયાદી અને તેના બે મીત્રોનાં ત્રણ એક્ટીવા એસ.ઓ.જી સાબરકાંઠા દ્વારા ડીટેઇન કરવામાં આવ્યા હતા અને કોર્ટ નાં મેમો આપવામાં આવ્યો હતો. જેથી ફરીયાદી અને તેના મિત્રોએ તે ત્રણેય મેમા અંગે કોર્ટ માં દંડ ભરી દીધો હતો અને એકટીવા છોડાવવા માટે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન જઇ, એક્ટીવા પરત માંગતા ટ્રાફીક જમાદાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે, “ત્રણેય એક્ટીવા ની ચાવી અને આર.સી.બુક પો.કો. વિકાસભાઇ પાસે છે.
તેઓએ એક્ટીવા આપવા ની ના પાડેલ છે” તેમ કહેતા ફરીયાદી પીઆઈ પઢેરીયાને રૂબરૂ માં મળી ને પોતાના ત્રણ એક્ટીવા પરત મેળવવા રજુઆત કરી હતી, પરંતુ પીઆઈ પઢેરીયાએ પણ ફરીયાદી ને જણાવેલ કે, “ વિકાસભાઇનો હીસાબ પુરો કરી દેજો પછી એક્ટીવા મળશે “ આથી ફરીયાદી ત્યાંથી રવાના થઇ ગયો હતો.ત્યાર બાદ ફરીયાદી પોતાના ત્રણેય એક્ટીવા પરત મેળવવા માટે વિકાસ (વહીવટદાર) પાસે અવાર-નવાર આજીજી કરતાં આરોપી વિકાસે પોતાના અગાઉનાં હીસાબ પેટે રૂ.1,65,000 ની માંગણી કરી હતી અને તે હીસાબ આપે તો જ ત્રણેય એક્ટીવા પાછા મળશે તેમ જણાવ્યું હતું., જેમાં રૂ.1,00,000/- આપવાનો વાયદો થયો હતો.
પરંતુ ફરીયાદી લાંચ આપવા માંગતા ના હોઇ ACBનો સંપર્ક કરી ફરીયાદ આપતાં ACBમા અધિકારીઓએ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન નાં કમ્પાઉન્ડની બહાર પાર્કીંગમાં લાંચ નાં છટકા નું આયોજન કર્યું હતું. જેમાં પોલીસ કોન્સ્ટેબલ વિકાસ પટેલ રૂ.1,00,000 ની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો.
![]()
આ પણ વાંચો: અમદાવાદ: ગ્રામજનોની ફરિયાદ બાદ અમદાવાદના સાંસદે લખ્યો MLAને પત્ર
આ પણ વાંચો: Gujarat Universityનાં કુલપતિના ઘરે NSUIનો હોબાળો, પ્રોફેસરોને વધુ રૂપિયા આપવાનો આક્ષેપ
આ પણ વાંચો: ગુજરાત ગૌરવ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાને રૂ.૬૪૪.૭૨ કરોડના વિકાસકામોની ધરી ભેટ
