Banaskantha News/ દાંતીવાડા તાલુકામાં બે બાળકોના ભેદી રોગથી મોત થતાં લોકોમાં ભય

ગત શનિવારના દાંતીવાડા તાલુકાના બે અલગ અલગ ગામોમાં બે વર્ષના બે બાળકોના મોત નીપજ્યું હતું. આમ એક જ દિવસમાં બે બાળકોના મોત થયાની ઘટના બની છે. તો બીજી તરફ ત્રીજા એક બાળકની પણ અચાનક તબિયત લથડતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું હતું. જે સારવાર બાદ સ્વસ્થ થયું છે.

Top Stories Gujarat Others

Banaskantha News: દાંતીવાડા (Dantiwada) તાલુકામાં વાઇરલ કેસોનો દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને હવે આવા રોગ બાળકો માટે જીવલેણ બની રહ્યો છે. દાંતીવાડા તાલુકાના બે અલગ અલગ ગામોમાં બે બાળકો ભેદી રોગના શિકાર બનતા જીવ ગુમાવ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ બે બાળકોના જીવ જતા સ્થાનિક આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થવા લાગ્યા છે.

ગત શનિવારના દાંતીવાડા તાલુકાના બે અલગ અલગ ગામોમાં બે વર્ષના બે બાળકોના મોત નીપજ્યું હતું. આમ એક જ દિવસમાં બે બાળકોના મોત થયાની ઘટના બની છે. તો બીજી તરફ ત્રીજા એક બાળકની પણ અચાનક તબિયત લથડતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું હતું. જે સારવાર બાદ સ્વસ્થ થયું છે. વહાલસોયા બે બાળકોના મોત નિપજતાં પરિવાર પર આભ તૂટી પડવાની ઘટના સર્જાઈ છે. આ બાબતે દાંતીવાડા તાલુકા હેલ્થ ઓફિસર દિલીપ દરજીના મોબાઈલ ફોન પર સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે એક બાળકને હૃદયની તકલીફ હતી, તેને માતાનું ધાવણ આપીને સુવડાવ્યા પછી કલાકમાં મરણ થયું હતું,

પ્રાથમિક માહિતી મુજબ, જયારે બીજા બાળકને બે દિવસથી તાવ હતો જેથી બાળકને બે દિવસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, તેનું પણ મૃત્યુ થયું છે. બંને બાળકોની બે-બે વર્ષની ઉંમર છે. ગામમાં તાવ જેવી કોઈ સમસ્યા હોય તો કાલે સ્ટાફ દ્વારા સર્વે કરાવી દઈશું, બીજા કોઈ કેસ આજુબાજુમાં છે કે નહીં તે જોવડાવી લઈશું તેમ જણાવાયું હતું.

દાંતીવાડા તાલુકામાં બે બાળકોના મોત મામલે આરોગ્ય વિભાગ અજાણ છે. સરકારી દવાખાનામાં બેસી પ્રજાની સારવાર કરતા તબીબો નીચેના સ્ટાફની તકેદારી રાખતા ન હોવાથી ગામડાઓમાં આરોગ્યની કામગીરી સાવ ખાડે ગઈ છે. જેના લીધે બે અલગ અલગ ગામોમાં જે બાળકોએ ભેદી રોગથી જીવ ગુમાવ્યો છે. તેનાથી તંત્ર કેવી રીતે અજાણ રહી શકે તે મોટો સવાલ ઊભો થયો છે.

@દેવ કાલેટ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક

આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ

આ પણ વાંચો:ગુજરાતમાં વધતા ગુનાઓ માટે જવાબદાર કોણ? કાયદો-વ્યવસ્થા જાળવવા સરકાર એક્શનમાં