Surat News/ સુરત શહેરમાં પોલીસે દારૂના જથ્થા સાથે 12 આરોપીને ઝડપી લીધા

SMCએ દારૂના જથ્થા સાથે ચાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો, બે આરોપી ફરાર

Gujarat Surat

Surat News : SMC(સ્ટેટ મોનિટરિંગ સેલ)ના અધિકારીઓએ માહિતીને આધારે સુરત શહેરના બામરોલી રોડ, ભીડ ભંજન પેટ્રોલપંપ પાછળ, ગોવિંદનગર સોસાયટીમાં દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે રૂ.2,37,810 ની કિંમતની 1135 દારૂની બોટલો મળી આવી હતી.

પોલીસે દારૂનો જથ્થો ઉપરાંત બે વાહનો, 23 લિટર દેશી દારૂ, 10 મોબાઈલ અને રૂ.18,100 મળીને કુલ રૂ. 4,07,420 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે 12 આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે બે ફરાર આરોપીની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ ઉધના પોલીસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ સુરત સર્કિટ હાઉસના વિવાદ મામલે મંતવ્ય ન્યુઝના અહેવાલની ધારદાર અસર

આ પણ વાંચોઃ સુરતમાં મંતવ્ય ન્યુઝના અહેવાલની અસર નવા બ્રિજમાં ગર્ડર મુકાયું

આ પણ વાંચોઃ સુરતમાં વ્યસન મુક્તિ માટે યોજાઈ વોકેથોન, વોકેથોનમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિ, વિદ્યાર્થીઓમાં વધતા વ્યસનને લઈ શિક્ષણ મંત્રીનું નિવેદન, મંતવ્ય