Bhuj News : ભુજ શહેરમાં રખડતા ઢોરોના ત્રાસને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. રખડતા ઢોરોને કારણે પાલિકાની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. તે સિવાય રખડતા ઢોરો પકડવાની કામગીરી શૂન્ય છે. જાહેરમાં વેંચતા ઘાસચારા પર પણ પાલિકાની કોઈ લગામ નથી.દરમિયાન પ્રમુખ સ્વામી નગરમાં આંખલા યુધ્ધ થયું હતું. આખલાઓના યુધ્ધ વચ્ચે નાગરિકોના જીવ તાળવે ચોંટયા હતા. પ્રમુખ સ્વામી નગરના બીજા ગેઇટ પાસે આ આંખલા યુધ્ધ થયું હતું.
જેને પગલે નાગરિકોએ તેત્રને મૌખિક રજૂઆતો કરી હતી. જે બે અસર સાબિત થઈ હતી. બીજીતરફ પાલિકા તરફથી કેટલા ઢોર પકડ્યા તેનો કોઈ હિસાબ નથી. ભૂતકાળમાં પણ રખડતા ઢોરોએ અકસ્માત સર્જ્યા હતા.
જેમાં કેટલાક લોકોના જીવ ગુમાવવાના બનાવો પણ બન્યા છે. જેને પગલે કુંભકર્ણ ની નિંદ્રામાં પોઢેલું તંત્ર ક્યારે જાગશે? તેવો પ્રશ્ન ઉભો થયો છે. જેને પગલે ભુજ નગર પાલિકા મોટી દુર્ઘટનાની રાહ જોતી હોય તેવી ચર્ચા ચાલી છે.
ભૂતકાળમાં પણ રખડતા ઢોરોએ અકસ્માત સર્જ્યા હતા.જેમાં કેટલાક લોકોના જીવ ગુમાવવાના બનાવો પણ બન્યા છે. જેને પગલે કુંભકર્ણ ની નિંદ્રામાં પોઢેલું તંત્ર ક્યારે જાગશે? તેવો પ્રશ્ન ઉભો થયો છે.જેને પગલે ભુજ નગર પાલિકા મોટી દુર્ઘટનાની રાહ જોતી હોય તેવી ચર્ચા ચાલી છે.ઘણી જગ્યાએ હકીકતમાં આતંક છે. આ પ્રકારના બનાવો બનતા રહે છે. જેને પગલે કેટલાય લોકો જીવનભર માટે અપંગ થઈ જાય છે અથવા તો મોતને ભેટે છે.
પાલીતાણામાં કુતરાઓ વચ્ચેના ઝઘડામાં બાળકોના મોત પણ થયા છે અને મહિલાઓ ઘાયલ થઈ હતી.આવી ઘટનાઓ અવારનવાર સાંભળવા મળે છે. પરંતુ મહાનગરપાલિકા, નગરપાલિકા કે પંચાયતને જાણે કોઈ ફર્ક પડતો નથી. લોકો ઘાયલ થાય કે મરે જાડી ચામડીના તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.
આ પણ વાંચો:સુરતનાં પુણા ગામમાં સાડીનાં કારખાનામાં 2 રાઉન્ડ ફાયરિંગ, મારી નાખવાની આપી ધમકી
આ પણ વાંચો:સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં તબીબે આપઘાત કર્યો, પરિવારમાં શોક
