Mehsana News: મહેસાણાના ખેરાલુમાં મનરેગા કૌભાંડના આરોપો લાગ્યા છે. માટીકામ અને અન્ય કામોમાં અનિયમિતતાઓ આચરવામાં આવી હોય તેવા આરોપો લગાવામાં આવ્યા છે. કોઈ પણ કામ કર્યા વિના પૈસા ચૂકવવામાં આવ્યા હોવાનું પણ કહેવાય રહ્યું છે. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે મહેસાણાના ચાચરિયા ગામમાં મનરેગાના કામમાં કૌભાંડ થયાનો આરોપ લગાવતી લોકપાલને ફરિયાદ કરવામાં આવી છે અને તપાસની માંગ કરવામાં આવી છે. ચાચરિયાના ડેરી મંત્રી જસવંત ચૌધરીએ આ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે માટીકામ અને અન્ય કામોમાં અનિયમિતતાઓ આચરવામાં આવી છે અને કોઈ પણ કામ કર્યા વિના પૈસા ચૂકવવામાં આવ્યા છે.
આ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીનું નિવેદન બહાર આવ્યું છે. તેમણે કહ્યું છે કે આ કામ 2020-21 ના સમયગાળામાં કરવામાં આવ્યું હતું. આ કામની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે અને તલાટીના રિપોર્ટ પછી પૈસા ચૂકવવામાં આવ્યા છે. આ રિપોર્ટ જિલ્લા વિકાસ અધિકારીને સુપરત કરવામાં આવ્યો છે. આ કામોની તપાસ લોકપાલ દ્વારા કરવામાં આવી છે અને અમે આ બાબતની તપાસ પણ કરાવી છે. આ તપાસમાં જાણવા મળ્યું છે કે કામ યોગ્ય રીતે પૂર્ણ થયું છે અને કોઈ ગેરરીતિ આચરવામાં આવી નથી.
આ પણ વાંચો:દાહોદમાં મનરેગા કૌભાંડને લઈ ગાંધીનગરથી તપાસ
આ પણ વાંચો:સમગ્ર રાજ્યમાં ચાલતા મનરેગા કૌભાંડની CBI તપાસ કરાવો : અમિત ચાવડા
