Realationship/ સુખી જીવન માટે પતિ કાન ખોલીને સાંભળી લે આ સલાહ, પત્નીને અવશ્ય આપવી જોઇએ આ 5 વસ્તુઓ!

નિષ્ણાતના મતે, તમારે એવા પતિ બિલકુલ નથી બનવાનું કે જે પોતાની પત્નીની સતત અવગણના કર્યા કરે છે અલબત્ત, એવા પતિ બનવાનું છે જે બંનેના લગ્નસંબંધને સુદ્રઢ બનાવે. મેરેજ ઍન્ડ સેક્સ થેરાપી નિષ્ણાત તથા સાઇકોલૉજિસ્ટ દ્વારા, એવી 5 વસ્તુઓ અંગે જણાવવામાં આવ્યું છે કે જે દરેક પતિએ પોતાની પત્નીને અવશ્ય આપવી જ જોઇએ. તો આવો જાણીએ આ 5 વસ્તુઓ વિશે.

Relationships Trending

Relationships: મોટાભાગની પત્નીઓની ફરિયાદ હોય છે કે એમના પતિદેવ હંમેશાં ‘કામમાં વ્યસ્ત છું’, એમ કહીને એને ક્યાંય ફરવા પણ નથી લઇ જતા, પાસે બેસીને બે ઘડી વાત પણ નથી કરતા અને જો કોઇ ફરિયાદ કરો, તો એમ કહે છે કે ‘તુ નાહકનો ઝઘડો ઊભો કરે છે!’ પરંતુ આવા સંજોગોમાં પતિને એવો ખ્યાલ બિલકુલ પણ નથી આવતો કે, એનું આવું બેદરકારીભર્યું વલણ પતિ-પત્નીના સંબંધમાં તિરાડ પાડવા માટે જવાબદાર બને છે, તથા એની આવી નાની-નાની કુટેવોને પરિણામે બંને વચ્ચેનું અંતર દિન-પ્રતિદિન વધવા લાગે છે. , ઍક્સપર્ટનો મતે, તમારે એવા પતિ બિલકુલ નથી બનવાનું કે જે પોતાની પત્નીની સતત અવગણના કર્યા કરે છે અલબત્ત, એવા પતિ બનવાનું છે જે બંનેના લગ્નસંબંધને સુદ્રઢ બનાવે. મેરેજ ઍન્ડ સેક્સ થેરાપી નિષ્ણાત તથા સાઇકોલૉજિસ્ટ દ્વારા, એવી 5 વસ્તુઓ અંગે જણાવવામાં આવ્યું છે કે જે દરેક પતિએ પોતાની પત્નીને અવશ્ય આપવી જ જોઇએ. તો આવો જાણીએ આ 5 વસ્તુઓ વિશે.

પતિએ પત્નીને અવશ્ય આપવી જોઇએ આ 5 વસ્તુઓ

સન્માન આપવું જરુરી છે

નિષ્ણાતોના મતે, દરેક પતિએ પોતાની પત્નીને સન્માન આપવું ખૂબ જ જરુરી છે. કેટલીયે વાર પતિદેવોને એવું લાગે છે કે એમની પત્નીની વર્તણૂક બાલિશ છે! પરંતુ હકીકતમાં, પત્નીના વિચારોનું સન્માન કરવું તથા એ જે પણ કહી રહી હોય, એ વાતોને ધ્યાનમાં લેવી અત્યંત આવશ્યક છે.

પોતાના નિર્ણયો લેવાની છૂટ આપવી

કેટલીયે વાર એવું જોવા મળે છે કે, ઘરના હોય કે બહારના, તમામ નાના-મોટા નિર્ણયો પતિ પોતે જ લેવાનું પસંદ કરે છે. થેરાપીસ્ટના મતે, નાની-નાની બાબતો અંગેના નિર્ણયો પત્નીને જાતે જ લેવા દેવા જોઇએ. દરેક ઝીણી-ઝીણી બાબતમાં પત્નીને એવી રોક-ટોક કર્યા કરવી જોઇએ નહિ કે, મને પૂછીને આ કામ કેમ ન કર્યું અથવા આ રીતે કેમ ન કર્યું કે પેલી રીતે કેમ ન કર્યું, વગેરે વગેરે! પતિઓએ પોતાની પત્નીને જરુરી સ્વતંત્રતા આપવી જોઇએ તથા નાની-નાની બાબતો અંગે એના પર વધુપડતું દબાણ કરવું જોઇએ નહિ.

પ્રોત્સાહન આપવું

પોતાની પત્નીને પ્રોત્સાહન આપવું અને એના વખાણ કરવા એ સ્વસ્થ લગ્નજીવન માટે ખૂબ જ જરુરી મુદ્દો છે. આમ કરવાથી એનો ઉત્સાહ વધે છે. આખા દિવસમાં જો માત્ર એક વાર પણ તમે એના કામના વખાણ કરશો તો એને ઘણું સારું લાગે છે. આ નાનકડા પ્રયાસથી તમારી પત્નીને એવી અનુભૂતિ થાય છે કે તમે એની તકલીફોને સમજો છો એટલું જ નહિ, પણ એની મહેનત બદલ એને પ્રોત્સાહિત પણ કરો છો.

ભાવનાત્મક ટેકો આપવો

પત્નીને ભાવનાત્મક ટેકો આપવો ઘણો જરુરી છે. એનો તમારા પરનો વિશ્વાસ મજબૂત થાય, એ રીતે તમારા સંબંઘમાં એક ઇમોશનલ ઝોન ઊભો કરવો અત્યંત આવશ્યક છે, જેથી એ ખૂલીને તમારી સાથે વાતચીત કરી શકે અને નિ:સંકોચપણે પોતાના મનની ભાવનાઓને વ્યક્ત કરી શકે.

ગીફ્ટ આપવી 

પત્નીને ખુશ કરવા માટે બહુ મોટી અને મોંઘી વસ્તુઓ લાવી આપવાની જરુર નથી, પરંતુ પ્રસંગોપાત, નાના-નાના ઉપહારો આપવામાં આવે તો પણ એ ખુશીથી ઝૂમી ઉઠશે. તમે એને નાની અમથી ચૉકલેટ કે ફૂલ વગેરે આપી શકો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:આ 5 ખોરાક ખાવાથી તમે અજાણતાં તણાવમાં વધારો કરો છો, જોણો ક્યા છે આ ખોરાક