Realationship/  જીદ્દી બાળકને કેવી રીતે સમજાવવું? આ 5 ટિપ્સથી તમારું બાળક પણ બનશે સમજદાર

બાળકો થોડાઘણાં જિદ્દી હોય એ સામાન્ય બાબત છે, પરંતુ જો એ અતિશય જિદ્દી બની જાય તો માતા-પિતાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવા સંજોગોમાં, કેટલીક ટિપ્સ અપનાવીને તમે તમારા બાળકને સમજદારીના માર્ગે વાળી શકો છો.

Relationships Trending

Relationship: બાળકો થોડાઘણાં જિદ્દી હોય એ સામાન્ય બાબત છે, પરંતુ જો એ અતિશય જિદ્દી બની જાય તો માતા-પિતાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવા સંજોગોમાં, કેટલીક ટિપ્સ અપનાવીને તમે તમારા બાળકને સમજદારીના માર્ગે વાળી શકો છો.

પેલી કહેવત છે ને, ‘બાળહઠ, રાજહઠ ને સ્ત્રીહઠ, ભલભલાંને ઝુકાવી દે!’ બાળસંભાળ ખરેખર એક અઘરો વિષય છે. આમ તો બાળકો થોડાઘણાં હઠીલાં હોય એ સામાન્ય બાબત છે, પરંતુ જો એ હદથી વધારે જિદ્દી બની જાય તો માતા-પિતા અથવા વાલીને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જિદ્દી બાળકોને સમજદારીપૂર્વક સંભાળવા ખૂબ જરુરી છે. આજે અમે કેટલીક વિશેષ તરકીબો લઇને આવ્યા છીએ જેમને અજમાવીને તમે તમારા લાડકવાયામાં સમજદારી અને સહકાર જેવા સંસ્કારોનું સિંચન કરી શકો છો.

શાંતિ અને ધૈર્ય જાળવી રાખો

બાળક જ્યારે પણ હઠ કરે ત્યારે માતા-પિતાએ સૌપ્રથમ શાંત રહેવું. ગુસ્સો કરવાથી, વઢવાથી કે હાથ ઉપાડવાથી પરિસ્થિતિ વણસી શકે છે. એવામાં જરુરી છે કે શાંતિ તથા ધીરજથી કામ લો. તમારા શાંતિપૂર્ણ વ્યવહારની બાળક પર ઘણી સકારાત્મક અસરો થશે.

બાળકની વાતને ધ્યાન દઇને સાંભળો

કેટલીક વાર બાળક પોતાના મનની વાતો તમને કહેવા માગે છે, પણ જ્યારે એને સાંભળનાર કોઇ જ ના હોય તો એ મનમાં ને મનમાં કુંઠિત થયા કરે છે અને એવામાં જો તમારું બાળક તમને કંઇક કહી રહ્યું હોય, તો બધાં જ કામ છોડીને એની વાત ધ્યાનથી સાંભળો. બાળકને ફક્ત ધ્યાનપૂર્વક સાંભળવુ એ જ તમારી સૌથી મોટી સમજદારી અને પોતીકાપણું ગણાશે.

બાળકો પર જોહુકમી ન કરો

બાળકોને આદેશ આપવાની જગ્યાએ એમને વિકલ્પ આપો. હુકમ કરવાથી બાળકને રીસ ચઢે છે. જ્યારે વિકલ્પ આપવાથી બાળકો સકારાત્મક રીતે વર્તે છે અને હોંશે હોંશે ચિંધેલા કામ કરે છે.

રુટીન બનાવો અને પાલન કરાવો

બાળકોની ટેવો સુધારવા તેમની દિનચર્યા નિર્ધારિત કરવી અત્યંત જરુરી છે. ભણતરથી લઇને ભોજન સુધી, એમના દરેક કાર્ય માટેનો સમય સુનિશ્ચિત કરો. આમ કરવાથી બાળકો શિસ્તબદ્ધ બને છે.

નકારાત્મક વાતચીત ટાળો

બાળકોની સામે નેગેટિવ વાતો ન કરવી જોઇએ. અપશબ્દો અને નકારાત્મક વાતચીતથી એમના આત્મસન્માનને ઠેસ પહોંચે છે, જેને કારણે એ હીનભાવનાથી પીડાય છે. બાળકોનો આત્મવિશ્વાસ વધે એ માટે એમની હાજરીમાં હંમેશાં સકારાત્મક ભાષાનો જ ઉપયોગ કરવો જોઇએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:આ 5 ખોરાક ખાવાથી તમે અજાણતાં તણાવમાં વધારો કરો છો, જોણો ક્યા છે આ ખોરાક