Dahod News/ દાહોદમાં પરીણિતાને આત્મહત્યાની ફરજ પાડનારા પતિને દસ વર્ષની સજા

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ટીંબા ગામમાં ત્રણ વર્ષ પહેલાં એક પરિણીત મહિલા અને તેની બે માસૂમ પુત્રીઓ દ્વારા આત્મહત્યા કરવાના કેસમાં લીમખેડા સેકન્ડ એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીઓને સજા ફટકારી છે.

Gujarat Others Breaking News

Dahod News: દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ટીંબા ગામમાં ત્રણ વર્ષ પહેલાં એક પરિણીત મહિલા અને તેની બે માસૂમ પુત્રીઓ દ્વારા આત્મહત્યા કરવાના કેસમાં લીમખેડા સેકન્ડ એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીઓને સજા ફટકારી છે.

કોર્ટે આરોપી પતિ કલ્પેશ બારિયાને 10 વર્ષની કેદની સજા ફટકારી છે. સાસુ અને સસરા સહિત અન્ય આરોપીઓને 5 વર્ષની કેદ અને દંડની સજા ફટકારી છે. આ નિર્ણયથી લીમખેડા કોર્ટ પરિસરમાં સન્નાટો છવાઈ ગયો.

ટીંબા ગામના વેડ ફળિયામાં રહેતી પરિણીત મહિલા જયાબેન કલ્પેશ બારિયાને તેના પતિ અને સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આરોપીઓમાં સાસુ લીલાબેન નરવત બારિયા, ચંદ્રિકાબેન મહેશ બારિયા, નરવત મનસુખ બારિયા અને મહેશ નરવત બારિયાનો સમાવેશ થાય છે.

અસહ્ય ત્રાસથી કંટાળીને જયાબેનએ તેની બે પુત્રીઓ સાથે આત્મહત્યા કરી હતી. પુત્રીઓ 5 વર્ષની હતી અને મેઘાબેન 2 વર્ષની હતી. તેમણે લીમખેડા તાલુકાના ઉમરિયા ડેમમાં કૂદીને આત્મહત્યા કરી હતી. આ ઘટનામાં માતા અને બંને પુત્રીઓનું મૃત્યુ થયું હતું.

જયાબેનના સાથી શનાભાઈ મૂળાભાઈ પાંડોરે આ ઘટના અંગે લીમખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

આ કેસની સુનાવણી લીમખેડાની સેકન્ડ એડિશનલ સેશન્સ કોર્ટમાં થઈ હતી. ન્યાયાધીશે તમામ પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીને ધ્યાનમાં લીધા પછી આરોપીને દોષિત ઠેરવ્યો હતો. આ ચુકાદો મહિલાઓ પરના અત્યાચાર પ્રત્યે ન્યાયતંત્રની ગંભીરતા દર્શાવે છે.

આ ઘટના બતાવે છે કે મહિલાઓ પ્રત્યે વધતા અત્યાચારોને લઈને કોર્ટે લાલ આંખ કરી છે. મહિલા પર કોઈપણ પ્રકારનો અત્યાચાર કે માનસિક કે શારીરિક ક્રૂરતા કોર્ટ નહીં સાંખી લે તેવું કોર્ટનું સ્પષ્ટ કહેવું છે. તેમા પણ બે બાળકો સાથે મહિલાએ આત્મહત્યા કરવી પડે તે કૃત્યને કોર્ટે અત્યંત ઘૃણાજનક ગણાવ્યું હતું. કોર્ટનું કહેવું છે કે મહિલાને કુટુંબની કરોડરજ્જુ માનવામાં આવે છે. તેની આવી સ્થિતિ કદાપી ચલવી ન લેવાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દાહોદ : લીમડીમાં પાણીને લઈને સમસ્યા

આ પણ વાંચો: દાહોદના ધારાસભ્યના પિતાએ માંગી લાખો રૂપિયાની લાંચ!

આ પણ વાંચો: દાહોદમાં યુરિયા ખાતરની કાળાબજારી, વેપારીઓની ખુલેઆમ લૂંટ