Aravalli News/ મોડાસાના માઝૂમ નદીના પુલ પર કાર ખાબકતાં ત્રણ યુવકોનું મોત, એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

માઝૂમ નદીના પુલ પર ડ્રાઈવરે કોઈ કારણસર કાર પરનો કાબૂ ગુમાવ્યો, જેના કારણે કાર નીચે નદીમાં ખાબકી હતી. કારમાં સવાર ચાર યુવકોમાંથી એકને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Top Stories Gujarat Breaking News

Aravalli News:અરવલ્લી (Aravalli) જિલ્લાના મોડાસા ખાતે શામળાજી બાયપાસ પર આવેલા માઝૂમ નદીના પુલ પર ગઈકાલે રાત્રે બનેલા ગમખ્વાર અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે. આ અકસ્માત (Accident) માં એક કાર નદીમાં ખાબકતાં ત્રણ યુવકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં બચી ગયો હતો. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે મોડાસાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર પરંતુ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં મૃતકો ક્લાસિસના શિક્ષકો હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

આ દુ:ખદ ઘટના 9 ઓગસ્ટ, 2025ના રોજ રાત્રે આશરે 9:30 વાગ્યે બની હતી, જ્યારે શામળાજી તરફ જઈ રહેલી એક કાર પૂરપાટ ઝડપે માઝૂમ નદીના પુલ પરથી નીચે ખાબકી હતી. કારમાં કુલ ચાર યુવકો સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો હોવાનું માનવામાં આવે છે, જેના કારણે કાર રેલિંગ તોડીને નદીમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો, મોડાસા પોલીસ, ફાયર બ્રિગેડ, અને 108 એમ્બ્યુલન્સ સેવાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ ટીમે કલાકોની જહેમત બાદ એક યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યો, જ્યારે અન્ય ત્રણ યુવકોના મૃતદેહ કારના કાટમાળમાંથી મળી આવ્યા હતા.

અરવલ્લીના એએસપી સંજયકુમાર કેશવાલાએ જણાવ્યું, “પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે કાર શામળાજી તરફ જઈ રહી હતી. માઝૂમ નદીના પુલ પર ડ્રાઈવરે કોઈ કારણસર કાર પરનો કાબૂ ગુમાવ્યો, જેના કારણે કાર નીચે નદીમાં ખાબકી હતી. કારમાં સવાર ચાર યુવકોમાંથી એકને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે અન્ય ત્રણ યુવકોનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું પ્રાથમિક રીતે લાગે છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે આ યુવકો ક્લાસિસના શિક્ષકો અથવા શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા હોઈ શકે છે.”

મોડાસા નગરપાલિકાના ફાયર ઓફિસર હેમરાજસિંહ વાઘેલાએ વધુ વિગતો આપતાં જણાવ્યું, “શામળાજી બાયપાસ રોડ પર માઝૂમ નદીના પુલ પર એક કાર નદીમાં ખાબકી હોવાનો કોલ 101 કન્ટ્રોલ રૂમમાં મળ્યો હતો. અમારી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી દરમિયાન એક ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યારે ત્રણ યુવકોના મૃતદેહ બહાર કાઢીને સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા.

ઘટનાસ્થળે મળેલા મોબાઈલ કોલ્સ અને અન્ય માહિતીના આધારે એવું લાગે છે કે આ યુવકો એલ.એન. ક્લાસિસ સાથે સંકળાયેલા હોઈ શકે છે.”
બચાવ કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે સ્થાનિક લોકોની મદદથી કારના કાટમાળમાંથી યુવકોને બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અરવલ્લીમાં સાબર ડેરીના ભાવ વધારા સામે ઉગ્ર આંદોલન, મોડાસા-નડિયાદ હાઈવે પર દૂધની નદીઓ વહી

આ પણ વાંચો: અરવલ્લીમાં પશુપાલકોનું ત્રીજા દિવસે પણ ઉગ્ર આંદોલન : દૂધ ઢોળીને વિરોધ કર્યો, તંત્રની નનામી કાઢી

આ પણ વાંચો: અરવલ્લી જિલ્લામાં 5,000થી વધુ સરકારી પાઠ્યપુસ્તકો પસ્તી તરીકે મળતાં શૈક્ષણિક તંત્રમાં હડકંપ, ગરીબ વિદ્યાર્થીઓ માટેના સંસાધનોનો દુરુપયોગ