Gujarat News : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજયમાં અનરાધાર વરસાદની આગાહી કરી છે.તે સિવાય ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડશે. તેમણે આગામી 16થી 20 ઓક્ટોબર સુધી મેઘમહેર રહેશે, એમ જણાવ્યું હતું. જ્યારં 27 ઓક્ટોબર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં અનાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
તે સિવાય કચ્છ અને દ્વારકાને રીતસર મેઘરાજા ધમરોળશે. ઉપરાંત પોરબંદર અને જામનગરમાં ભારે વરસાદ પડશે. ભારે વરસાદથી કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાશે.અંબાલાલ પટેલે આવતીકાલથી 20 ઓક્ટોબર સુધી વરસાદની વકી છે.
આ પણ વાંચો:રાજ્યના 2 મહિલા સરપંચોને દિલ્હીમાં પ્રજાસત્તાકની ઉજવણીમાં ગેસ્ટ તરીકે નિમંત્રણ
આ પણ વાંચો:બાવળ કાપવાની મંજુરી માટે 80 હજારની લાંચ લેતા મહિલા સરપંચના પતિ સહિત 2 ઝડપાયા
આ પણ વાંચો:મહિલા સરપંચને બોલાવો, અમને પણ થોડી ફીલિંગ આવશે …’, ભાજપના ધારાસભ્ય સતપાલ જાંબાના બગડ્યા બોલ
