Kutch News/ ભચાઉમાં જન્માષ્ટમી ઉજવણી દરમિયાન અકસ્માત, મટકીફોડ કાર્યક્રમમાં વીજ થાંભલો પડતાં એક બાળકનું મોત

ગામના યુવાનો અને બાળકો મટકીફોડના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા હતા. આ દરમિયાન, અચાનક એક વીજ થાંભલો નીચે પડી ગયો.

Top Stories Gujarat Breaking News

Kutch News:કચ્છ (Kutch) જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં જન્માષ્ટમી (Janmashtami) ની ઉજવણી દરમિયાન એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. ગામમાં યોજાયેલા પરંપરાગત મટકીફોડ કાર્યક્રમ દરમિયાન એક વીજ થાંભલો લોકોના ટોળા પર પડી ગયો, જેના કારણે બે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં એક બાળકનું સારવાર દરમિયાન મોત (Death) નીપજ્યું, જ્યારે અન્ય બાળકને ગંભીર ઈજાઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

[fvplayer id=”23″]

ચોબારી ગામમાં શનિવારે સાંજે જન્માષ્ટમીના તહેવારની રોનક જોવા મળી રહી હતી. ગામના યુવાનો અને બાળકો મટકીફોડના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા હતા. આ દરમિયાન, અચાનક એક વીજ થાંભલો નીચે પડી ગયો, જેના કારણે ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ. આ થાંભલો લોકોના ટોળા પર પડતાં બે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા.સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘાયલ બાળકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જોકે, એક બાળકની હાલત અત્યંત ગંભીર હોવાને કારણે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. બીજા બાળકની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે, અને તેને વધુ સારવાર માટે ભચાઉની મોટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભુજ લશ્કરી સ્ટેશન ખાતે ૨૬માં કારગિલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે પુષ્પાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું

આ પણ વાંચો:ભુજ તાલુકા પંચાયતનો ગ્રામ સેવક લાંચ લેતા ઝડપાયો, ટેકનિકલ આસીસ્ટંટ સામે ગુનો દાખલ

આ પણ વાંચો:ભુજના રૂદ્રમાતા નજીક નોખાણીયા ફિલ્ડ બટ ખાતે 8 દિવસ સુધી ફાયરિંગ પ્રેક્ટીસ