Banaskantha News : સાયબર ક્રાઈમ કરતા ગઠિયાઓ લોકોને તો શીશામાં ઉતારતા જ હોય છે. પરંતુ ભુજમાં એક સાયબર ગઠિયાઓની ગંગે બનાસકાંઠાના પોલીસ વડા (SP) અક્ષયરાજ મકવાણાને જ નિશાન બનાવ્યા હતા. જેમાં અક્ષરાજ મકવાણાનું ફેક ID બનાવીને લોકોને છેતરવામાંઆવ્યા હતા. પોલીસે આ કેસમાં મેવાતી ગેંગના એક સભ્યને ઝડપી લઈે વધુ તપાસ હાથ ધરી છે.
આ આરોપીએ SP ના નામના એક-બે નહીં પરંતુ આઠ જેટલા નકલી એકાઉન્ટ બનાવ્યા હતા. આ એકાઉન્ટ્સનો ઉપયોગ તે લોકોને મેસેજ મોકલવા અને સસ્તા ભાવે ફર્નિચર તેમજ અન્ય વસ્તુઓ વેચવાના બહાને પૈસા પડાવવા માટે કરતો હતો. આ ઘટનાએ સાયબર ક્રાઈમની નવી અને ચિંતાજનક મોડસ ઓપરેન્ડી સામે લાવી છે, જેમાં આરોપીઓ સરકારી અધિકારીઓની ઓળખનો દુરપયોગ કરી રહ્યા છે.
Beware of fake police profiles and related cyber frauds. pic.twitter.com/6a0dAUlir9
— Gujarat Police (@GujaratPolice) August 21, 2025
આ બનાવ બાદ બનાસકાંઠાના SP અક્ષયરાજ મકવાણાએ પોતે લોકોને આવા ફેક એકાઉન્ટ્સથી સચેત રહેવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે, કોઈ પણ સરકારી અધિકારી કે પોલીસ અધિકારી ક્યારેય પણ સોશિયલ મીડિયા પર રૂપિયાની માંગણી કરતા નથી. જો આવા કોઈ મેસેજ આવે તો તેની પુષ્ટિ કર્યા વિના કોઈ પણ નાણાકીય વ્યવહાર કરવો નહીં.
આ ઘટના એ વાતનું ઉદાહરણ છે કે, ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા કેટલી મહત્વની છે અને વ્યક્તિગત માહિતીનો દુરપયોગ થતો અટકાવવા માટે દરેક વ્યક્તિએ સાવચેત રહેવું જરૂરી છે. કારણકે સાયબર ગઠિયાઓ પોલીસથી બચવા યેનકેન પ્રકારની મોડસ ઓપરેન્ડી અજમાવતા હોયછે. જેમાં ઘમાં લોકો તેમની જાળમાં ફસાઈ જતા હોય છે.
આ પણ વાંચો:ભરૂચનાં સરસાડની માધ્યમિક શાળાનો ઈન્ચાર્જ આચાર્ય લાંચ લેતા ઝડપાયો
આ પણ વાંચો:સાબરકાંઠામાં પ્રાંતિજ મામલતદાર કચેરીનો મામલતદાર અને ડ્રાઈવર 50 હજારની લાંચ લેતા ઝડપાયા
આ પણ વાંચો:દાહોદમાં ચીલાકોટા ગ્રામ પંચાયતનો કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયો
